પાતાળ પ્રવેશ 
 જૂલે વર્ન 
પ્રકરણ_૧૬
રજાનો દિવસ

બીજે દિવસે અમે અમારાં બધાં વીતકો ભૂલી ગયા, મને પહેલાં તો આશ્ચર્ય થયું કે હું તરસ્યો કેમ નથી થતો ! પણ મારા પગ નીચે દોડતી નાનકડી નદીએ જ તરત મને જવાબ આપી દીધો,
નાસ્તો કર્યો, ખૂબ પાણી પીધું ને અમે આગળ વધવા તૈયાર થઈ ગયા.
અત્યારે કોઈ મને સ્નેફેલ પર્વત તરફ પાછા જવાનું કહે તો પણ હું ના પાડી દઉં એમ હતું.
ગુરુવારનો દિવસ હતો. આઠ વાગ્યામાં અમારી કૂચ શરૂ થઈ, વાંકાચૂંકા ચાલ્યા જતા આ બોગદાની દિશા તો નૈઋત્ય ત્ય જ હતી, રસ્તો બહુ ઢાળવાળો નહોતો. છ ફૂટે બે ઈંચનો ઢાળ આવતો હતો. ઝરણું શાંતિથી વહી જતું હતું. અમને કોઈ ગેબી દેશમાં લઈ જવા માટે જ અમારી સાથે ચાલતું હોય એમ લાગતું હતું.
મારા કાકાને આ સીધો રસ્તો બહુ કંટાળો આપતો હતો. તે તો ઊંડી ખાઈઓ આવવાની વાટ જોતા હતા, પણ એ અમારા હાથની વાત નહોતી, જો આ રસ્તો પૃથ્વીના મધ્યબિંદુએ જ જવાનો હોય તો પછી ટૂંકો હોય કે લાંબો હોય, સવાલ જ નજીવો હતો, ૧૦મી જુલાઈને શુક્રવારે અમે રીક્ઝેવિકથી ૯૦ માઈલ નૈઋત્ય દિશામાં હતા, અને પૃથ્વીની સપાટીથી ૭ માઈલ ઊંડે હતા. અહીં અમારા પગ નીચે જ એક ભયંકર ખાઈ આવીને ઊભી રહી, તે એટલી સીધી હતી કે મારા કાકાના આનંદનો પાર ન રહ્યો,
“હવે આપણે જલદી પહોંચશું, ને વળી સહેલાઈથી પહોંચશું” અમે ઊતરવાનું શરૂ કર્યું, હવે મારા પગ ધીમે ધીમે ટેવાઈ ગયા હતા, એટલે બહુ મુશ્કેલી ન આવી.
આ ખાઈ લાવારસના પ્રવાહની બનેલી નહિ પણ પૃથ્વીનાં પડોમાં કોઈ પણ કારણે પડેલી એક મોટી ચિરાડ જ હતી,
પા પા કલાકને અંતરે અમારે આરામ માટે થોભવું પડતું હતું. કોઈ મોટા ખડક ઉપર અમે નિરાંતે આરામ કરવા બેસતા અને ધોધ થઈને પડતી હેન્સ નદીનું પાણી પીતા. પોતાના કરતાં આ નદી નીચે વહેલી પહોંચશે, એ વાતનું દુઃખ મારા કાકાને થતું જોઈને મને હસવું આવતું હતું.૧૧મી અને ૧૨મી જુલાઈના અમારા બન્ને દિવસો આ ખાઈ ઊતરવામાં જ ગયા, લગભગ બીજા છ માઈલ અમે ઊતર્યા. છેવટે ૧૩મી જુલાઈએ ૪૫” ઢાળવાળો એક રસ્તો આવ્યો, અને અમે પગ મૂકીને ચાલવા માંડ્યા.
૧૫મીએ અમે પૃથ્વીની સપાટીથી એકવીશ માઈલ નીચે ઊતર્યા, અહીં અમને જરાક થાક દેખાયો, પણ હજુ દવાની પેટી ઉઘાડવાની જરૂર નહોતી પડી. મારા કાકાએ ઘડિયાળ, બૅરોમિટર, મૅનોમિટર, હોકાયં વગેરે જોઈને બરાબર નોંધ રાખી હતી. તેમણે કહ્યું: ‘આપણે અત્યારે આઈસલૅન્ડની નીચે નથી. આઈસલૅન્ડ તો કાંઈ રહી ગયો. અત્યારે આપણે સમુદ્ર નીચે છીએ.'
સમુદ્ર નીચે ?'
“હા, આપણા માથા ઉપર સમુદ્ર ઘૂઘવે છે !! *આહા ! ઉપર સમુદ્ર અને નીચે આપણે ?”
‘એમાં શું? ન્યૂ કૅસલમાં અત્યારે કોલસાની એવી ખાણો છે કે જેનો વિસ્તાર સમુદ્રના તળિયાથી પણ નીચે કાંઈ સુધી ગયો છે.'
મને નવાઈ લાગી, સાથે થોડોએક ભય પણ લાગ્યો. જોકે મારે માથે આઈસલૅન્ડના પર્વતો હોય કે આટલાંટિક મહાસાગરનાં મોજાં હોય તોય જ્યાં સુધી અમારી ઉપર આ મજબૂત ખડકો છે ત્યાં સુધી કંઈ થવાનું નથી, એની મને ખાતરી હતી. ધીમેધીમે એ વિચારથી હું ટેવાઈ ગયો, અમારો રસ્તો વાંકોચૂંકો થતો થતો નૈઋત્ય ત્ય દિશા તરફ અમને ઊંડે ને ઊંડે લઈ જતો હતો,
રણ દિવસ પછી ૧૮મી તારીખે શનિવારે અમે એક મોટી ગુફા જેવા ભાગ આગળ આવીને અટક્યા, એ ઠેકાણે રવિવારનો આખો દિવસ આરામ લેવાનું અમે નક્કી કર્યું. બીજે દિવસે નિશાળમાં જાણે રજા હોય તેમ નિરાંતે હું મોડો ઊઠ્યો, પણ એ કંઈ હેમ્બર્ગ નગર નહોતું કે સારાં સારાં કપડાં પહેરીને બજારમાં ફરવા નીકળું ! અમે જે જગ્યાએ આરામ કરવા માટે મુકામ કર્યો હતો, તે જગ્યા એક મહાન ગુફા હતી, વચ્ચે થઈને અમારી નદી ધીમે ધીમે વહેતી હતી, આ નદીને કાંઠે બેઠા બેઠા અને ઠરતું જતું પાણી પીતા પીતા અમે આરામ કરતા હતા, રોફેસર સાહેબ પોતાની નોંધપોથી લઈને બધું નોંધવા લાગી ગયા હતા.
સૌથી પહેલાં આપણે થોડીએક ગણતરી કરીએ, અને તે ઉપરથી શોધી કાઢીએ કે પૃથ્વીના કયા ભાગની નીચે આપણે અત્યારે બેઠા છીએ, ઘેર પહોંચ્યા પછી તો આપણી મુસાફરીનો હું એક રીતસરનો નકશો દોરવાનો છું.'
તો તો બહુ મજા આવે !”
હવે કંપાસ હાથમાં લે અને જોઈ લે કે આપણે કઈ દિશા તરફ પ્રયાણ કરીએ છીએ.”
મેં જોયું અને કહ્યું : ‘લગભગ નૈઋત્ય.
"ઠીક.
પછી પ્રોફેસરે કંઈક નોંધ કરીને અને ઝડપથી મોઢેથી ગણતરી કરીને કહ્યું, આપણે જ્યાંથી ઊપડ્યા ત્યાંથી અહીં સુધીમાં લગભગ ૨૨૫ માઈલ આવ્યા છીએ.’
નહિ ?”
ત્યારે આપણે અત્યારે આટલાંટિક મહાસાગરની નીચે આંટા મારીએ છીએ, અને દરિયાની સપાટીથી લગભગ ૪૮ માઈલ નીચે છીએ.”
“ત્યારે આપણે પૃથ્વીના પડની છેલ્લી હદ તો વટાવી ગયા, એમ ગણાય ?”
હા જ તો, એમ ગણી શકાય.”
‘ત્યારે ગરમીના વધારાઘટાડાના નિયમ માણે આપણે ૧૫૦૦ સેન્ટિગ્લેડની ગરમીની હદે પહોંચ્યા હોવા જોઈએ !”
‘હા, એમ હોવું જોઈએ.”
“અને એ જગ્યાએ તો આ બધા ખડકો પણ પીગળીને રસ થઈ જાય !'
હા, અને છતાં આ પથ્થર તે પથ્થર જ રહ્યા છે, એ તું તારી જ આંખોએ જોઈ શકે છે ! જો જોઈએ, થરમોમિટરમાં કેટલી ગરમી છે?”
૨૭ ડિગ્ની ઉપર ૬ દોરા.
‘ત્યારે બિચારા વૈજ્ઞાનિકો ફક્ત ૧૪૭૨ ડિગ્રી અને ૪ દોરા જેટલા જ જૂઠા પડે છે ! હું તને કહેતો હતો કે ગરમીનો એ સિદ્ધાંત સાવ ખોટો છે. હવે તારે કંઈ કહેવાનું છે ?”
“ના, ફક્ત એક ગણતરી કરી લઉં.’
"શી ''
આઈસલૅન્ડના અક્ષાંશ પાસે પૃથ્વીની રિજ્યા લગભગ ૪૭૪૯ માઈલ છે
નહિ ’
‘હા, ૪૭૫૦ માઈલ.’
‘લગભગ ૪૮૦૦ ગણો ને, અને આપણે એ જ્યિામાં ૪૮ માઈલ એટલે કે હજુ ૧/૧૦૦મો ભાગ કાપ્યો છે, ને તેટલા ગાળામાં આપણને ૨૦ દિવસ લાગ્યા છે; એ હિસાબે પૃથ્વીના મધ્યબિંદુએ પહોંચતાં ૨૦૦૦ દિવસ એટલે કે લગભગ સાડા પાંચ વરસ લાગે.
પ્રોફેસર કંઈ બોલ્યા નહિ.
“અને ઊતરતાં એટલાં વરસો થાય તો પછી ચડવાના દિવસોનો હિસાબ તો કર્યા ગણવા બેસીએ ?”
“તારું ગણિત હવે બહુ થયું. રાખ ! આગળ શું થશે, તેની તને ક્યાં ખબર છે ? વળી એક માણસે આ પ્રમાણે કરી જોયું છે, અને જો એ માણસ તેમાં ફાવ્યો છે, તો હું શું કામ નહિ ફાવું?”
‘હું પણ માનું છું કે તમે સફળ થશો. ફક્ત...’
“બસ, હવે આગળ પ્રશ્નોત્તરી નહિ !'
હું ચૂપ થઈ ગયો.
થોડી વાર પછી કાકાએ પૂછ્યું : 'વારુ, મૅનોમિટરમાં જો વાતાવરણનું કેટલું દબાણ છે ? 
‘ઠીક ઠીક દબાણ છે.”
“હા, આપણે ધીમે ધીમે આટલે સુધી આવ્યા એટલે આપણા ઉપર આ દબાણની અસર નથી થઈ.’
“ના. ફક્ત મને કાનમાં જરા પીડા થાય છે.”
“એ તો મટી જશે, જરા ઊંડેથી શ્વાસ લેવો, એટલે ફેફસાંઓ એ દબાણ સહન કરવામાં ટેવાઈ જશે,’ “એનો વાંધો નહિ.” મેં મારા કાકાનો વિરોધ કરવાનો વિચાર માંડી વાળ્યો,
‘અને આપણે સ્પષ્ટ સાંભળી પણ શકીએ છીએ.
“હા, બહેરો માણસ પણ સાંભળી શકે એમ છે.'
હા પણ જેમ જેમ દબાણ વધતું જશે, તેમ તેમ હવાનું ઘનત્વ પાણીના ઘનત્વ જેટલું થઈ જશે.”
‘હા, એમ જ થશે,’
‘તો પછી આપણે નીચે કઈ રીતે ઊતરશું ? આપણે તરવું પડશે.”
“અરે, આપણે ખિસ્સામાં પથરા ભરશું!!
કાકા ! તમારી પાસે કોઈ પણ રશ્નનો જવાબ તૈયાર જ હોય છે !
આ પ્રમાણે વાદવિવાદમાં આખો દિવસ પસાર થયો. હૅન્સે તો આખો દિવસ ઊંઘવામાં ને આંટા મારવામાં જ વિતાડ્યો