પાતાળ પ્રવેશ  
જૂલે વર્ન 
પ્રકરણ_૧૭

ભુલો પડયો !

હજુ સુધી બધું લગભગ નિર્વિઘ્ને પાર પડયું હતું, અને મને પણ મારા કાકાના આ સાહસમાં રસ પડવા માંડ્યો હતો. થોડા દિવસો સુધી અમારે એમ ને એમ નીચે ને નીચે ઊતર્યા કરવાનું હતું. કોઈ કોઈ જગ્યાએ તો સાવ સીધું નિસરણીની જેમ જ ઊતરવાનું આવતું. એવે સંગે જો હેન્સની મદદ ન હોત તો અમે બચત કે કેમ તે સવાલ છે.
લગભગ પંદર દિવસ સુધી આમ ને આમ અમારી મુસાફરી ચાલી, તે પછીનો એક બનાવ મને આખી જિંદગીપર્યંત સાંભર્યા કરશે,
૭મી ઑગસ્ટે અમે ૯૦ માઈલ ઊંડે ઊતર્યા હતા, અને આઈસલેન્ડથી ૬૦૦ માઈલને અંતરે હતા. ચાલતાં ચાલતાં આસપાસના ખડકો ઉપર મારી વીજળીની બત્તીનો કાશ નાખીને હું તેનો અભ્યાસ કરતો જતો હતો, એકાએક પાછા ફરીને મેં જોયું તો મારી પાછળ કોઈ નહોતું; હું એકલો જ જતો હતો !
હું બહુ ઝડપથી ચાલતો લાગું છું. મેં વિચાર કર્યો અથવા તો મારા કાકા અને હેન્સ કાંઈક રોકાઈ ગયા લાગે છે. હું જરા પાછો જાઉં ને તેમની સાથે થઈ જાઉં,
હું પાછો ચાલવા માંડ્યો. લગભગ પાએક કલાક ચાલ્યો હોઈશ, આસપાસ જોતો ગયો અને વચ્ચે વચ્ચે મોટેથી બૂમો પણ પાડતો ગયો, છતાં કોઈ મળ્યું નહિ.
મારો અવાજ પડઘા પાડતો શમી જતો હતો. હું જરા ગભરાવા લાગ્યો. એમાં ગભરાવું શું કામ ? હું જરૂર તેમને શોધી કાઢવાનો, અહીં એક જ રસ્તો છે, હું સૌથી આગળ હતો. એટલે હું ચાલ્યા કરીશ, તો એમની ભેગો થઈ જ જવાનો.
અરધો કલાક થયો, ઘડી હું કાન માંડી થંભી જતો, પણ આસપાસ ભયંકર શાંતિ જણાતી,
હજુ પાછો જાઉં. જો બેઉ જણને એમ થયું હશે કે હું પાછળ રહી ગયો છું, એટલે તેઓ પણ મારી શોધમાં પાછા ફર્યા હશે. હું જરા ઝડપથી ચાલીને તેમને પકડી પાડું, મેં વિચાર કર્યો.
મારા મનને આ માણે હું મનાવતો હતો, પણ મારા અંતરમાં ભય પેઠો હતો. ચોક્કસ આગળ જતો હતો ? હા, હા, મારી પાછળ હેન્સ હતો, અને તેની પાછળ
રોફેસર હતા. મને બરાબર યાદ છે કે હેન્સ પોતાના ખભા ઉપરનો સામાન બીજા ખભા પર ફેરવતો મેં જોયો હતો. વળી હું કાંઈ ભૂલો પડું એમ તો નથી જ. મારા ભોમિયા તરીકે પેલી ‘હેન્સ નદી” તો મારી સાથે જ છે. ચાલો, જરા હાથ-મોઢું ધોઈ પાણી પીઈને પછી મારી મૂકું.
હું નીચે નમ્યો, અને જોઉં છું તો નીચે કોરી રેતી અને પથ્થરો જ હતા; નદી નહોતી !
આ વખતની મારી સ્થિતિનું વર્ણન હું નથી કરી શકતો, ભાષામાં તે વર્ણન માટેના કોઈ શબ્દો જ જડતા નથી. હું જીવતો દટાયો હોઉં એમ મને લાગવા માંડ્યું. મેં વિચાર્યું : પણ નદીનો માર્ગ મેં કેમ છોડી દીધો હશે ? વચ્ચે કોઈ જગ્યાએ બે માર્ગ ફંટાયા હોવા જોઈએ, અને મારું ધ્યાન રહ્યું નહિ હોય. નદી અને મારા સાથીદારો જુદે રસ્તે ચડી ગયા; અથવા તો હું જુદે રસ્તે ચડી ગયો. હવે મારે તેમને કઈ રીતે શોધી કાઢવા '?
નીચેના કાળમીંઢ પથ્થર ઉપર પગલાં પણ પડતાં ન હતાં. મારા માથા ઉપર જાણે ૯૦ માઈલ ઊંચા ખડકોનો ભાર એકદમ આવી પડયો. જાણે હું કચરાઈ ગયો !
આખરે મારું બાળપણ મને યાદ આવ્યું. સૂતા પહેલાં રા મારી મા મને પ્રાર્થના કરાવતી તે યાદ આવ્યું, હું ઘડીક શાંત થયો, મારી પાસે ણ દિવસ ચાલે તેટલો ખોરાક હતો, અને પાણીની મશક તો ભરી જ હતી. જ્યાં આગળ બે માર્ગ ફંટાયા હતા તે જગ્યા ગમે તેમ કરીને શોધવી જ જોઈએ. ત્યાં કોઈ ન મળે તો પેલી નદીના આધારે સ્નેફેલની ટોચે પાછા પહોંચી જવું એવો મેં નિશ્ચય કર્યો.
હું ઊભો થયો, ટટ્ટાર થયો અને પાછો ચાલવા માંડ્યો. અરધા કલાક સુધી ચાલ્યો. એકાએક સામે દીવાલ આવીને ઊભી રહી, આગળ રસ્તો બંધ હતો.
અને મારી છેલ્લી આશા પણ આ દીવાલ સાથે અથડાઈને ચૂરેચૂરા થઈ ગઈ !
મારું મૃત્યુ શું આવી જગ્યાએ સર્જાયું હશે ? મેં મોટેથી બૂમ પાડવાનો પ્રયત્ન કર્યો પણ ઘોઘરો અવાજ મારા કંઠમાંથી માંડ માંડ નીકળતો હતો.
વધારામાં એક બીજો ભય મારી સમક્ષ ઊભો હતો. મારી વીજળીની બત્તી એક વાર હાથમાંથી પડી જવાથી બગડી ગઈ. મારી પાસે તે સમી કરવાનાં સાધન નહોતાં, અને તેનો પ્રકાશ ધીમે ધીમે ઝાંખો પડતો જતો હતો. થોડા વખતમાં તો તે હોલાઈ જવાની!
હું તે બત્તીના ઝાંખા પડતા જતા કાશ તરફ જોઈ રહ્યો હતો. મારી નજર એક ક્ષણ પણ તેનાથી દૂર ખસેડતો ન હતો, ધીમે ધીમે મારી આશાની જેમ જ તે દીવો
હોલવાતો ગયો. એક છેલ્લો ચમકારો થયો ને દેવો બુઝાઈ ગયો ! પાતાળના આ ભયંકર અંધારામાં હું દટાઈ ગયો. મારાથી એક ભયંકર ચીસ પડાઈ ગઈ!
અંધકાર કોને કહેવાય તેનો ખ્યાલ પૃથ્વી ઉપર ભાગ્યે જ આવે છે, પૃથ્વી ઉપર મેઘલી રાતે પણ જેટલો પ્રકાશ હોય છે, તેનો શતાંશ પણ અહીં હોય તો ઘણું સારું એમ મને થયું ! અહીં તો હું છતી આંખે આંધળો હતો. હું બેબાકળો બનીને આમતેમ ભમવા લાગ્યો, હાથપગ પછાડવા લાગ્યો, અને ખડકોની અણીઓથી ઘાયલ થઈને પડતો, ઊભો થતો અફળાઈને નીચે પડતો ચાલવા લાગ્યો.
આખરે હું થાક્યો, નીચે પડયો અને બેભાન થઈ ગયો.