પાતાળ પ્રવેશ જૂલે વર્ન પ્રકરણ_૫
પાતાળ પ્રવેશ
જૂલે વર્ન
પ્રકરણ_૫
ઊપડ્યા
પછી તો મારે મુસાફરીની તૈયારી કરવા સિવાય બીજું શું કરવાનું હોય !!
ઊપડવાનું થાય તે પહેલાં હું શહેરમાં મારા મિત્રોને મળવા નીકળ્યો. ભૌગોલિક શોધખોળ માટે મારા કાકાની સાથે મુસાફરીએ હું જાઉં છું, એટલું જ મારા હું. મિત્રોને જણાવતો. હું મારા એક મિને મળીને બીજા મિત્રને મળવા જતો હતો; ત્યાં પાછળથી કોઈએ મારા કોટનો કૉલર પકડ્યો, ‘હજુ તું આંટા મારે છે ? તને ખબર નથી કે કેટલું કામ હજુ બાકી છે ? ચાલ મારી સાથે’ મારા કાકાનો હુકમ છૂટ્યો
ચાલતાં ચાલતાં જે જે દુકાનો આવે ત્યાં જોઈતી વસ્તુઓ માટેની વરદી આપીને ઘેર મોકલી આપવાનું તેઓ કહેતા જાય, તેમના પગ ઘડીકેય સ્થિર નહોતા રહેતા, મારે મારા કાકાની પાછળ દોડવું પડતું હતું !
ઘેર ગયા પછી પણ મારે ઘડીનીયે નવરાશ નહોતી, એક કામ પૂરું ન કરું ત્યાં તો બીજા માટેનો હુકમ મને મળી જ ગયો હોય ! મારા કાકાના ઓરડામાં તો લૂગડાં, પુસ્તકો અને બીજાં વિજ્ઞાનનાં સાધનોનો ઢગ પડયો હતો, તેની વચ્ચે મારા કાકા આમથી તેમ બધું ફેંદતા બેઠા હતા, અને હું તેમની પડખે રહી સઘળું ગોઠવતો હતો, અમારા ડોશીમા પણ ચશ્માં નીચેથી આંખો ફાડીને બારણામાં ઊભાં ઊભાં આ બધું જોતાં હતાં. એક બાજુથી દુકાનેથી ખરીદાયેલાં મોટાં પારસલોના થોકડા પર થોકડા આવ્યે જતા હતા.
ડોશીમાએ મને આવીને કાનમાં પૂછ્યું : 'આજ કંઈ ોફેસર સાહેબનું ખસી ગયું છે !'
મેં માથું હલાવીને હા પાડી,
"અને તનેય ભેગો લઈ જવાના છે?"
મેં ફરી હા પાડી.
“તમે કર્યા જવાના છો ?'
મેં ભોંય ઉપર આંગળી કરી,
‘કર્યા, ભોંયરામાં ?”
‘એથીયે ઊંડે,’ ડોશીમાએ ડોળા ફાડ્યા પણ વધારે કાંઈ પૂછ્યું નહીં.
રાત પડી. બીજે દિવસે સવારે બરાબર છ વાગે અમારે ઊપડવાનું હતું.
રાતના દસ વાગે આખા દિવસના થાકથી હું લાકડાના કટકાની જેમ પથારીમાં પડયો, રાત પડી તેની સાથે જ મારા મગજમાં દબાઈ રહેલા અનેક વિચારો એક પછી એક હલ્લો કરવા માંડ્યા સ્વપ્નામાં મોટી ભયંકર ખાઈઓ મારી નજરે પડી. મારા કાકા રાક્ષસના રૂપમાં ફેરવાઈ ગયા, અને મને જોસથી હાથ પકડીને એ ખાઈઓમાં ખેંચવા લાગ્યા, હું ખૂબ ખૂબ ઊંચેથી એક તણખલાની જેમ ઊંડે ઊંડે ઊતર્થે જતો હતો.
સવારે હું પાંચ વાગે જાગ્યો, અને ઝટપટ તૈયાર થઈ ગયો. સાડાપાંચ વાગ્યા ને ઘર બહાર ગાડીનો તથા ઘોડાના ડાબલાનો અવાજ સંભળાયો, મજૂરો મારા કાકાના સામાનનાં મોટાં પોટલાં ઉપાડીને ગાડીમાં ખડકવા માંડ્યા હતા.
‘કેમ, તારો સામાન ક્યાં છે ?” મારા કાકાએ કોટ પહેરતાં પહેરતાં કહ્યું તૈયાર છે.”
‘ત્યારે ઊભો છે શું ’? નીચે ગાડીમાં મુકાવી દે. તું જ મને ગાડી ચુકાવીશ.”
દરમિયાન મારા કાકા ઘરની કુલ મુખત્યારી ડોશીમાને સોંપતા હતા.
બધો સામાન મુકાઈ ગયો. અમે બન્ને નીચે ઊતર્યા. ડોશીમાની ભીની થયેલી આંખો ઉપર મારી નજર પડે ન પડે ત્યાં તો ઘોડાઓએ આલ્ટોના સ્ટેશન તરફ મારી મૂક્યું
આલ્ટોના એ આમ તો હેમ્બર્ગનું એક પરું જ ગણી શકાય. અહીંથી કીલ બંદર માટેની ગાડી ઊપડે છે.
વીસ મિનિટમાં અમે ‘હોલ્સ્ટીન’ની હદમાં દાખલ થઈ ગયા. સાડા છ વાગે અમે સ્ટેશનમાં આવ્યા, અમારો સામાન જોખાયો, તેના પર લેબલ મરાયાં અને તે ટ્રેનના સામાનના ડબ્બામાં ગોઠવાઈ ગયો. ટિકિટ લઈને અમે ડબ્બામાં બેઠા, સીટી વાગી અને ગાડી ઊપડી,
સવારની ખુશનુમા હવા અને ઝડપથી બદલાતા જતા કુદરતના દેખાવોને લીધે મારા મનનો ઉશ્કેરાટ શાંત થતો જતો હતો, પણ મને લાગે છે કે મારા કાકાને મન તો આ ટ્રેનની ગતિ ખૂબ ધીમી લાગી હોવી જોઈએ તેમના મનના ઘોડા તો આઈસલૅન્ડના નેફેલ પર્વત ઉપર કૂદકા મારતા હોવા જોઈએ ! વચ્ચે વચ્ચે દરેકે દરેક સામાનને કાળજીથી તેઓ તપાસતા જતા હતા.
મારા કાકાએ હૅમ્બર્ગમાં રહેતા ડેન્માર્કના એલચીનો એક ભલામણપ પણ મેળવી લીધો હતો. મિ, કિરશ્ચિયનસન (એલચી) મારા કાકાના ભાઈબંધ હતા, એટલે તે પણ મેળવવામાં કંઈ મુશ્કેલી પડી ન હતી. આ ભલામણપથી આઈસલૅન્ડના ગવર્નર પર જોઈતી સગવડ માટેની ચિઠ્ઠી એમને મળી શકે તેમ હતું. પેલો ભેદી કાગળ કે જેના ઉપરથી તો આ બધી પંચાત ઊભી થઈ હતી, તે પણ મારા કાકા પોતાની સાથે લેવાનું ભૂલ્યા ન હતા.
રણ કલાકમાં અમારી ટ્રેન કીલ સ્ટેશને આવી પહોંચી. સામે જ દરિયો ઘૂઘવતો હતો. અમારે અહીંથી સ્ટીમર મારફતે કૉપનહેગન પહોંચવાનું હતું. અમારો સામાન બંદર ઉપર લઈ જવામાં આવ્યો. ત્યાં પહોંચી તપાસ કરતાં માલૂમ પડયું કે સ્ટીમર ઊપડવાને હજુ દસ કલાકની વાર છે. મારા કાકાએ નીકળતી વખતે એટલી બધી ઉતાવળ કરાવી હતી કે અહીં અમારે આખો દિવસ ગાળવાની ફરજ પડી.
મારા કાકાએ પોતાની જ ભૂલ છતાં સ્ટીમરવાળાઓને સ્ટીમર મોડી ઉપાડવા માટે અને રેલવેવાળાઓને ટ્રેન વહેલી પહોંચાડવા માટે ખૂબ ગાળો ભાંડી, અને આવી જાતની અંધાધૂંધી ચલાવનાર રાજ્ય સામે પણ તેમણે ખૂબ બખાળા કાઢ્યા, જોકે મારા સિવાય કોઈએ તે સાંભળ્યું નહોતું. અને એ જ સારું હતું. એક વાર તો અધીરાઈમાં ને અધીરાઈમાં સ્ટીમરના કેપ્ટનને પણ મળી આવ્યા. અને તેને સ્ટીમર જલદી ઉપાડવા માટે કહ્યું. પણ કૅપ્ટને કટાક્ષભર્યુ હાસ્ય કરવા ઉપરાંત તેનો બીજો કંઈ જવાબ ન આપ્યો.
છેવટે સ્ટીમર ઊપડવાનો વખત થયો. સ્ટીમરના મોટા ભૂંગળામાંથી ગૂંચળાં ખાતા ખાતા ધુમાડા નીકળવા માંડ્યા. સ્ટીમર એલેનોરા’ ઊપડવાની તૈયારી કરતી હતી. અમે અમારી કેબિનમાં બેસી ગયા. જોતજોતામાં તો કંદોરા આકારના ‘ટ બેલ્ટ’નાં પાણી કાપતી અમારી સ્ટીમર આગળ વધવા લાગી.
રાત અંધારી હતી. કિનારા પર કાંઈક કાંઈક દીવાઓ આગિયાની જેમ ઝબૂકતા હતા. થોડા વખત પછી સામે દીવાદાંડીનો પ્રકાશ દરિયાના પાણી સાથે રમત કરતો દેખાયો,
સવારના સાતે અમે "ન્યૂઝિલૅન્ડના પશ્ચિમ કિનારે કૉસેટ બંદરે ઊતર્યા, ને ત્યાંથી ટ્રેનમાં બેસીને રણ કલાકને રસ્તે આવેલા કૉપનહેગન નગરમાં આવી પહોંચ્યા. મારા કાકા રા૨ે તો ઊંઘ્યા જ નહોતા અને ટ્રેનમાં બેઠાં બેઠાં પણ જાણે ટ્રેનની ગતિ વધારવા ટ્રેનને ધક્કા મારતા હોય એમ શરીર હલાવતા હતા !
કૉપનહેગન નગર માણમાં ઠીક મોટું ગણાય, ત્યાંની ફિનિક્સ હૉટલમાં અમારો ઉતારો હતો, મ, થોમ્પસન નામના એક મિત્તે અમારો સારો આદરસત્કાર કર્યો, તેઓ અહીંના ઉત્તર યુરોપની જૂની વસ્તુઓના એક સંગ્રહસ્થાનના વ્યવસ્થાપક હતા. તેમની પાસેથી તેમ જ સંહસ્થાનમાંથી મારા કાકાને અને મને ઘણું જાણવાનું મળ્યું.
અહીંથી આઈસલેન્ડ માટેના વહાણો વખતે-કવખતે ઊપડે છે; કોઈ વાર વહાણ મળે, તો કોઈ વાર ન મળે, અમે મિ, થોમ્પસનની સાથે બંદર ઉપર વહાણની તપાસ કરવા માટે નીકળ્યા. હું મનમાંથી એવું ઈચ્છતો હતો કે એક પણ વહાણ ન ઊપડે તો સારું, પણ મારા દુર્ભાગ્યે એક નાનું વહાણ ત્યાં ઊભું હતું. તે વહાણના કૅપ્ટનને અમે મળ્યા. વહાણ જૂનની બીજી તારીખે ઊપડવાનું હતું. હજુ આઠેક દિવસ બાકી હતા, અમારે માટે હજુ સ્નેફેલ પર્વત પર પહોંચવાને એક મહિના જેટલો વખત હતો, એટલે ખુશીથી વખતસર સ્નેફેલ પર્વતની ટોચે જુલાઈની શરૂઆતમાં પહોંચી જઈશું, એ વિચારે કાકા ત્યાં ને ત્યાં સ્ટીમરના કેપ્ટનની સામે આનંદમાં તાળીઓ પાડવા મંડી પડયા ! કેપ્ટન પણ નવાઈ પામતો આ વિચિત્ર મૂર્તિ સામે જોઈ રહ્યો તેને વહાણનું ભાડું આગળથી આપી દઈ અમે શહેરમાં પાછા આવ્યા અને શહેરમાં જેટલું જોવા જેવું હતું એ બધું ઝીણવટથી જોવા લાગ્યા,
કૉપનહેગન નગર પાસેના એક નાના ટાપુમાં એક મોટા દેવળનો મિનારો હતો. એ મિનારો ખૂબ ઊંચો હતો, મારા કાકાએ મને એ મિનારા ઉપર પાંચ વાર ચડઊતરની કસરત કરાવી, મને શરૂઆતમાં ફેર ચડવા લાગ્યા, પણ મારા કાકાએ કહ્યું : “ફેર ચડે છે એટલા માટે જ તને ખૂબ તાલીમ આપવી પડશે. નહિ તો પૃથ્વીના મધ્ય ભાગ સુધી તું કઈ રીતે પહોંચવાનો હતો ?'
આખરે ઊપડવાનો દિવસ આવ્યો, મારું હૃદય ધબકવા માંડ્યું. દરૂજતા પગે એ ડોલતા વહાણની અંદર મેં પગ મૂક્યો; થોડી વારમાં હાલકડોલક થતું વહાણ ઊપડયું.
ક્રમશ.
Post a Comment
0 Comments