પાતાળ પ્રવેશ  
જૂલે વર્ન 

પ્રકરણ_૪

શક્ય કે અશક્ય ?

આ વાક્ય સાંભળીને મારા શરીરે ટાઢ ચડી ગઈ, પણ બહારથી મેં શાંત દેખાવાનો પ્રયાસ કર્યો, મને ખબર હતી કે પ્રોફેસરને સમજાવવામાં વિજ્ઞાનશાસ્ત્રીની દલીલો જ કામ કરી શકશે, બીજી કોઈ રીતે તે સમજશે નહીં. અને વિજ્ઞાનશાસ્ત્રની એવી દલીલો મારી પાસે હતી કે જેનાથી હું પ્રોફેસરને ખાતરી કરાવી શકું કે પૃથ્વીના ગોળાના મધ્યબિંદુએ પહોંચવાની વાત કાલ્પનિક જ છે. પણ અત્યારે તો હું તેમની પાછળ પાછળ સીધો ભોજન લેવા પહોંચી ગયો.
હું એટલો બધો વિચારમાં હતો કે મેં કેટલું ખાધું તેની મને ખબર ન પડી, રોફેસર ઊઠ્યા, અને મને પોતાની પાછળ આવવાની તેમણે નિશાની કરી, અમે પાછા અભ્યાસગૃહમાં ગયા,
‘જો, એક્ષેલ ! તારા જેવો છોકરો હજુ મેં જોયો નથી. તેં મને દરેક બાબતમાં બહુ મદદ કરી છે. હું તે કદી ભૂલું તેમ નથી અને દુનિયા પર આપણી જે મહાન ફતેહ થશે તેમાં તારો અડધોઅડધ હિસ્સો ગણાશે,’
મેં જોયું કે પ્રોફેસર અત્યારે જરા રંગમાં આવ્યા છે, તેથી તેમની પાસે હવે તેમની એ ફતેહની અંદરની મુશ્કેલીઓ જણાવવાનો ઠીક લાગ છે.
તેમણે ચલાવ્યું : “પણ એટલું ધ્યાનમાં રાખજે કે આપણી આ શોધ ખૂબ ગુપ્ત રાખવાની છે. મારા કેટલાયે હરીફો છે, તેમાંથી એકાદ પણ જો આ જાણી જાય તો તે વહેલો પહોંચી જાય. જો તે વાત ગુપ્ત રહે તો પછી આપણું આ કામ પૂરું થયા પછી જ તેમની આગળ આ અદ્ભુત મુસાફરીની બીના મૂકીને હું તેમને આંજી દેવાનો !” “તમને એમ લાગે છે કે આવું સાહસ કરવા એકદમ કોઈ તૈયાર થાય ?' મે પૂછ્યું
‘ચોક્કસ, આવો જશ કોણ જતો કરે ? જો આ કાગળ ખુલ્લો થઈ જાય તો તો વિજ્ઞાનશાસ્ત્રીઓનું મોટું ઘાડિયું “આર્ન સેક્યુસમ’નાં પગલાં શોધતું નીકળી પડે !' “મને તેમાં શંકા છે, કારણ કે આ લેખ સાચો અને ભરોસાદાર છે તેની જ શી ખાતરી ?' 
કેમ શું ? આ કાગળ ચોપડીમાંથી નથી નીકળ્યો, એમ ?' પ્રોફેસરે ચશ્માંમાંથી ડોળા કાઢ્યા.“હું કબૂલ કરું છું કે લેખ સેક્નેસમે લખ્યો છે. પણ એનો અર્થ એમ નહીં કે તેણે એ મુસાફરી કરી છે. એ તો એક કાલ્પનિક
‘બહુ સારું; તારે જેટલી દલીલો કરવી હોય તેટલી કર. તું મારો ભીજો છે એ વાત ભૂલી જા, અને જાણે મારો સાથી હો એ રીતે વાત કર,
‘ઠીક, પણ પહેલાં તો મને આ “ જોકુલ”, “સ્નેફેલ” અને “સ્કેર્ટોરિસ” એ શું છે એની જ ખબર નથી, મેં કોઈ દિવસ એવા નામ સાંભળ્યા જ નથી." 'બરાબર, જા, પુસ્તકાલયની બીજી અભરાઈ પરની બીજી નકશાપોથી લાવ...
હું તરત જ લઈ આવ્યો,
“જો, આઈસલેન્ડનો આ સારામાં સારો, અને હમાં જ તૈયાર થયેલો નકશો છે. એ નકશામાં ઠેર ઠેર જ્વાળામુખી પર્વતો છે, તેમાં જે સ્નેફેલ નામનો એક જ્વાળામુખી પર્વત છે, તે ૫૦૦૦ ફૂટ ઊંચો છે. આઈસલેન્ડના બધા પર્વતોમાં તે ખાસ ધ્યાન ખેંચે તેવો છે, અને તેના મુખમાં થઈને જ્યારે આપણે ઠેઠ પૃથ્વીના ગર્ભની અંદર પહોંચીશું, ત્યારે તો આખી દુનિયામાં તે એક અદ્ભુત પર્વત ગણાશે,’
‘પણ એ તદ્દન અશક્ય છે.” મેં કહ્યું
“અશક્ય કરી રીતે ?” તેમણે પૂછ્યું.
“કારણ કે તે જ્વાળામુખીના મોઢામાં તો ધગધગતો લાવારસ,...
પણ આ જ્વાળામુખી તો છેલ્લાં ૭૦૦ વર્ષથી શાંત છે, એમ આઈસલૅન્ડનો ઇતિહાસ કહે છે.'
“ભલે,” અને મેં મારી રીજી દલીલ રજૂ કરાવવા માંડી : “ પણ આ સ્કર્ટેરિસ શું છે ? અને જુલાઈની પહેલી તારીખ સાથે તેના પડછાયાનો શો સંબંધ છે ?”
મારા કાકા થોડી વાર વિચારમાં પડી ગયા, પછી એકાએક બોલ્યા : ‘હું, જો ત્યાં જ એ મહાન વિજ્ઞાનશાસ્ત્રીની બુદ્ધિ સમાયેલી છે. આપણને કેટલી ચોક્સાઈવાળી સૂચના તે આપી ગયો છે ! જો, સ્નેફેલ પર્વતને ઘણાંય શિખરો છે અને ઘણાંય મુખો પણ છે; તેમાંના સ્કર્ટેરિસ નામના શિખરનો પડછાયો જુલાઈની પહેલી તારીખે જે મુખ ઉપર પડે, તે મુખમાં ઊતરીએ તો સીધા પૃથ્વીના મધ્યબિંદુએ પહોંચીએ, આનાથી વધારે ચોક્સાઈ બીજી કઈ કહેવાય ?'
મારી બધી દલીલ તૂટવા લાગી, મેં છેલ્લો દાવ અજમાવ્યો : 'માનો કે સેકન્નુસમ પહેલી જુલાઈએ પેલા જ્વાળામુખીના મુખ પાસે આવ્યો હોય, અને ત્યાં પેલા શિખરનો પડછાયો જોયો હોય, અને તેને વિષે લોકોની દંતકથા પણ સાંભળી હોય, પણ તે જાતે
પૃથ્વીના ગર્ભમાં ઊતરીને પછી જીવતો પાછો આવ્યો હોય એ વાત માનવાની તો હું ઘસીને ના પાડું છું.” મેં કહ્યું
‘શા માટે ?’
"કારણ કે વિજ્ઞાનના સિદ્ધાંતો જ આ માણે માનવા ના પાડે છે.”
“અરે બિચારા સિદ્ધાંતો ! એવા જૂના ખખડી ગયેલા સિદ્ધાંતોને તું ક્યાંથી વળગતાં શીખ્યો ?”
એ તો સિદ્ધ થયેલી વાત છે કે પૃથ્વીની દર ૭૦ ફૂટની ઊંડાઈએ ગરમી એક ડિંગ્સી સેન્ટિગ્લેડ વધતી જાય છે અને એ હિસાબે પૃથ્વીનો વ્યાસ ૪૦૦૦ માઈલથી વધારે ગણો તો પૃથ્વીના બરાબર મધ્ય ભાગમાં ૨૦૦૦ ડિગ્ની ગરમી હોય ! દુનિયા પરની બધી ધાતુઓ ને પથરાઓ પણ એ ગરમીમાં પ્રવાહી ને વરાળરૂપ બની જાય, તો આપણે તો ત્યાં જઈએ એ પહેલાં જ રાખ બનીને પરમાણુઓમાં ભળી જઈએ !!
‘ઓહો ! ત્યારે તને ત્યાંની ગરમીની બીક લાગે છે, કેમ ?” પ્રોફેસરે હસતાં હસì કહ્યું. ‘ત્યાં જતાં શું તું ઓગળી જઈશ એમ માને છે ?? ‘એ તમે જ વિચારો ને !'
"જો સાચી હકીકત આપણે કોઈ જાણતા નથી, પૃથ્વીની અંદર શું છે તે વિજ્ઞાનશાસ્ત્રીઓ પૃથ્વીના પડ ઉપર ઊભા ઊભા અટકળ કરીને કહે એ બધું સાચું માનવાને કંઈ કારણ નથી. આજે વિજ્ઞાનના ઘણાં સિદ્ધાંતો ફરતા જાય છે, અને હજુ ફરશે, પૃથ્વીની અંદરના ભાગમાં એકલો ગૅસ જ ભર્યો છે, એમ માનવાને કંઈ કારણ નથી, કેમ કે પૃથ્વીનું ઘનત્વ આપણે પૃથ્વીનો જેટલો વિસ્તાર જાણીએ છીએ તેના માણ કરતાં લગભગ બમણાં ઉપરાંત છે. વળી તું જુએ છે કે જ્વાળામુખી પર્વતો પણ એક પછી એક ઠંડા થતા જાય છે. એ જ બતાવી આપે છે કે પૃથ્વીનો અંદરનો ભાગ ઠરતો જાય છે, વળી એક સિદ્ધાંત એવો પણ છે, કે ખરું જોતાં તો પૃથ્વીનાં ઉપરનાં પડ જ ગરમ હોય, પૃથ્વી ઉપર સૂર્યનાં કિરણો પડે અને અંદર રહેલી ધાતુઓ ઓગળે એ જ અરસામાં ઉપર વરસાદ પડે, એટલે પૃથ્વીના ઉપરના પોપડામાં તોફાન થાય છે. ધરતીકંપ વગેરેનાં આ જ કારણો છે. પૃથ્વીની ખૂબ ઊંડે ગરમી છે, એ સિદ્ધાંત જ પાયા આ વગરનો છે, બોલ, હવે કંઈ કહેવાનું છે ??
મારી પાસે હવે કંઈ કહેવાનું ન હતું. કાકાએ ઉમેર્યું : “જો ત્યારે, આપણી વાત કોઈ રીતે બહાર ન પડી જાય એટલું ખાસ ધ્યાન રાખજે !!



ક્રમશ.