પાતાળ પ્રવેશ  
જૂલે વર્ન 
પ્રકરણ_૧૨
માર્ગ મળ્યો

વાળુ થોડી વારમાં જ તૈયાર થઈ ગયું અને પેટમાં પણ ઊતરી ગયું. સૂવાની જગ્યા હાડકાંની સાથે કુસ્તી કરે તેવી હતી. મુકામની જગ્યા ઉપર ઢાંકણ નહિ જેવું જ હતું. દરિયાની સપાટીથી ૪૦૦૦ ફૂટ ઉપર જ્યાં ચારે દિશાના વાયરા ફૂંકાતા હતા, ત્યાં પણ મારે તો એક ઊંઘે સવાર પડી ગઈ. મને એકે સ્વપ્નું પણ આવ્યું નહિ.
બીજે દિવસે જ્યારે હું ઊઠ્યો ત્યારે મારું આખું શરીર જાણે લાકડાનું જ બની ગયું હતું. આખી રાત ફૂંકાયેલા ઠંડા પવનની આ અસર હતી; હું મારી ગ્યૂનાઈટ પથ્થરની પથારીમાંથી ઊઠ્યો અને આસપાસનું ભવ્ય દૃશ્ય જોવા લાગ્યો.
સ્નેફેલ પર્વતની એક ઊંચામાં ઊંચી ટોચ ઉપર અમે હતા. અહીંથી લગભગ આખાય આઈસલૅન્ડ ઉપર મારી નજર ફરી વળતી હતી. આખો બેટ જાણે એક મોટા નકશા જેવો લાગતો હતો, મોટાં સરોવર નાની તળાવડી જેવાં લાગતાં હતાં; નદીઓ નાનકડાં ઝરણાં જેવી દેખાતી હતી, મોટી મોટી ખીણો ચારે બાજુથી ભેગી થઈને એક મોટા કૂવાની દીવાલો જેવી જણાતી હતી. એક પછી એક એમ અસંખ્ય હિમનદીઓ મારી આંખ આગળ તરતી હતી, પર્વતનાં નાનાં નાનાં શિખરોનું તો જાણે મોટું જંગલ જ દેખાતું હતું.
આ દેખાવ જોવામાં આનંદમાં ને આનંદમાં હું બધું ભૂલી ગયો, મારી જાતને પણ ભૂલી ગયો અને હું પણ આ કુદરતનું એક અંગ બની ગયો. મારે કયાં જવાનું છે, હું કોઈની સાથે આવ્યો છું, એ બધું આ ભવ્ય દેખાવ જોતાં વીસરાઈ ગયું. હું આ દુનિયા પર છું, તેનું જ ભાન મને નહોતું ! ત્યાં તો મારા કાકા અને અમારો ભોમિયો મારી પાસે આવી પહોંચ્યા અને મને સ્વપ્નામાંથી જગાડ્યો,
મારા કાકાએ પશ્ચિમ તરફ આંગળી ચીંધીને મને કંઈક બતાવ્યું. દૂર દૂર આછા ઘેરા ધુમ્મસની અંદર કંઈક કાળું કાળું દેખાતું હતું.
‘રીનલૅન્ડ!' મારા કાકાએ કહ્યું.
‘રીનલૅન્ડ ‘?’ આશ્ચર્યથી મેં પૂછ્યું
“હા. આપણાથી ફક્ત ૧૦૫ માઈલ જ દૂર ીનલૅન્ડ છે. ઘણી વાર ઉત્તર વમાં રહેનારા રીંછો તે દેશમાંથી તરતા આવતા બરફના પહાડ ઉપર બેસીને અહીં સુધી આવી જાય છે. પણ તેની સાથે આપણે સંબંધ નથી. આપણે અત્યારે સ્નેફેલની
ટોચે આવી ગયા છીએ, અહીં બે શિખરો છે, આ દક્ષિણમાં છે અને બીજું ઉત્તરમાં છે. હેન્સને આપણે પૂછી જોઈએ કે આપણે ઊભા છીએ તે શિખરનું શું નામ છે ?”
હેન્સ તરફથી જવાબ મળ્યો : ‘સ્કેર્ટોરિસ,’
મારા કાકા હર્ષમાં આવી ગયા. ‘બસ, ચલાવ, આ જ મુખમાં આપણે ઊતરવા માંડવાનું છે.’
સ્નેફેલનું આ મુખ ઊંધા પડેલા શંકુ આકારનું દેખાતું હતું. ઉપરથી તે લગભગ દોઢ માઈલના ઘેરાવામાં હતું, જ્યારે તળિયું લગભગ ૧૫૦ ફૂટના ઘેરાવામાં હોય એમ જણાતું હતું. ઊતરવાનો ઢાળ બહુ ધીમો ધીમો જતો હતો, એટલે બહુ સહેલાઈથી ઊતરી શકાય તેમ હતું.
બધા તૈયાર થઈ ગયા. હેન્સે અમને દોરવા માંડ્યા. મુખની અંદરની રચના વળી બહુ વિચિ હતી. મોટા મોટા ખડકો ઊંધું માથું ઘાલીને પડયા હતા. કોઈ જગ્યાએ તો આ ખડકો અમારા અડવાની જ રાહ જોતા પડયા હતા. અમારા પગનો જરાક ધક્કો લાગતો કે જોરથી ગબડતા ગબડતા તે ઠેઠ તળિયે પહોંચી જતા, અને પહોંચતાં પહોંચતાં ભયંકર અવાજોથી મુખને ગજવી મૂકતા ! એટલા જ ભયંકર તેના પડઘા પડતા.
અંદર કોઈ કોઈ જગ્યાએ જામી ગયેલી હિમનદીઓ ઉપર હેન્સ અમને બહુ સાચવીને લઈ જતો. બરફમાં ચાલવાની લાકડી આગળ ખોસતો ખોસતો તે માર્ગ કરતો હતો. કોઈ કોઈ જગ્યાએ વળી હેન્સ અમને બધાને દોરડા સાથે બાંધી તેનો એક છેડો પોતાના હાથમાં રાખતો, આમ કરવાની ખાસ જરૂર હતી, કારણ કે આ બરફની નદી ઉપરથી લપસ્યા પછી જીવતા રહેવાય એવું નથી હોતું.
આવી મુશ્કેલીઓ છતાં અમે સહીસલામત નીચે ઊતર્યા. હેન્સને પોતાને પણ આ રસ્તો નવો હતો, છતાં તે અજબ હિંમતથી અમને દોરતો હતો. જો હેન્સ ન હોત તો અમે તળિયે ઊતરી શકત કે કેમ એ શંકા છે. ફક્ત અમારા મજૂરના હાથમાંથી દોરડાનું એક પોટકું ઉતારતાં ઉતારતાં નીચે સરી પડયું, અને સીધું ટૂંકે રસ્તે થઈને ખાઈમાં ઊંડું ઊતરી ગયું.
બપોરે અમે તળિયે આવી પહોંચ્યા, મેં માથું ઊંચું કરીને જોયું તો ગોળ આકારનું પર્વતનું મોઢું દેખાયું. આકાશનું ગોળ ઢાંકણું તેના પર ઢાંક્યું હોય એમ દેખાતું હતું.
જ્વાળામુખીના મુખના આ તળિયે ણ ભોંયરાં દેખાયાં. આ રણ માર્ગ દ્વારા લાવારસ પર્વતના મોઢામાં આવતો હશે.
મારા કાકા તો તરત જ આ ણેય માર્ગોને તપાસવા મંડી પડ્યા. મોઢેથી થી કંઈક બબડતા જાય, વળી કોઈક જગ્યાએ જરા અંદર ધસીને કાંઈક ખોળવા માંડે, વળી દોડતા દોડતા પાછા આવે અને બીજા ભોયરામાં જાય, એમને આમ ચાળા કરતા જોઈને હેન્સ તથા તેની સાથેના મજૂરો તો મનમાં ધીમે ધીમે હસતા હતા, પણ મારાથી કાંઈ હસાય ''
એકાએક મારા કાકાએ બૂમ મારી. મને થયું કે કાંઈક અકસ્માત થયો. હું દોડ્યો, મેં જોયું તો મારા કાકા હાથપગ પહોળા કરીને એક મોટા કાળમીંઢ પથ્થર પાસે ઊભા હતા : જાણે કોઈ પૂતળું ઊભું હોય એમ !
હું પાસે આવતો હતો, ત્યાં પાછી એમણે બૂમ પાડી : ‘એક્ષેલ ! એક્ષેલ !
જલદી, જલદી !’ પાસે ગયો.
'જો.' મને આશ્ચર્ય થયું. આ કાળમીંઢ પથ્થર ઉપર કાંઈક અક્ષરો જેવું કોતરેલું હતું. પાસે જઈને મેં જોયું તો ઉપર ‘આર્ન સેક્દ્નુસમ’ લખેલું વંચાતું હતું !
“કેમ, હવે તને કશી શંકા રહી નથી ના '?' મારા કાકાએ પૂછ્યું
હું કાંઈ બોલ્યો નહિ, મૂંગો મૂંગો એક ખડક ઉપર જઈને હું આડો પડયો, હું વિચારમાં પડી ગયો હતો, પેલા મજૂરો ક્યારે પોતાના મુકામે પાછા ગયા તેની પણ મને ખબર ન પડી, મેં ઘણી વારે જોયું તો હેન્સ એક બાજુ નિરાંતે એક પથ્થર ઉપર પડ્યો પડ્યો ઘોરતો હતો.
આ રીતે અમારી રાત પસાર થઈ. બીજો દિવસ એટલે કે ૨૫મી જૂનની સવાર પડી. આજે અંદર ખૂબ અંધારું હતું, કારણ કે આકાશમાં ઘણાં વાદળાં ચડેલાં હતાં.
અમારી સમક્ષ પૃથ્વીના મધ્યબિંદુએ જવા માટે રણ માર્ગો પડયા હતા. એમાંથી કર્યો માર્ગ સાચો છે એ તો પહેલી જુલાઈએ સૂર્યના પ્રકાશમાં સ્કેર્ટોરિસ શિખરનો પડછાયો અંદર પડે ત્યારે જ ખબર પડે એમ હતું. જે માર્ગ ઉપર આ પડછાયો પડે તે માર્ગ સાચો એમ મારા કાકાએ પેલા કાગળ ઉપરથી નક્કી કર્યુ હતું. પહેલી તારીખને હજુ પાંચ દિવસની વાર હતી. મારા કાકાએ એટલી બધી ઉતાવળ કરી હતી કે અમે આ ઘોર ખાઈમાં ઘણા વહેલા જઈ પહોંચ્યા હતા. તે દિવસથી વળી આકાશ વાદળાથી ઘેરાવા માડ્યું. આ પ્રમાણે જ પહેલી તારીખ સુધી વાદળાં રહે અને સૂર્યનાં કિરણો અંદર આવે જ નહિ તો કેવી મજા ! પેલો માર્ગ જડે જ નહિ, અને આ પહેલી તારીખ ચૂક્યા એટલે પછી આવતા વરસની જ પહેલી તારીખ સુધી વાટ જોવાની !
૨૬મીએ પણ સૂર્યનાં દર્શન ન થયાં, મને વધારે આશા આવી. હેન્સે તો કાયમ માટે અહીં જ રહેવાનું હોય એમ પથ્થરો ગોઠવીને એક નાનું એવું ઝૂંપડું બનાવી દીધું તું
મારા કાકાની ધીરજ ખૂટી; તેમનું મગજ ઉશ્કેરાઈ ગયું. પોતાની આટલી બધી મહેનત એક નજીવા કારણથી ધૂળ મળતી જોઈને ભલભલો માણસ ઉશ્કેરાઈ જાય તો પછી મારા કાકાનો શો વાંક ?
પણ આખરે કુદરતને પણ મારા કાકા ઉપર દયા આવી હોય એમ લાગ્યું. જૂનની છેલ્લી તારીખે ફરી આખું મુખ સૂર્યનાં કિરણોથી રકાશી ઊઠ્યું, અને સ્કેર્ટેરિસનું અણીદાર શિખર હવે સ્પષ્ટ દેખાવા લાગ્યું.
પહેલી તારીખ આવી. બપોર થયો. સૂર્ય પોતાનાં કિરણો સીધાં અંદર ફેંકતો હતો, સ્કેર્ટોરિસના શિખરનો પડછાયો મુખમાં આવેલા રણ માર્ગોમાંથી વચલા માર્ગ ઉપર પડયો !
“બસ, આ જ માર્ગ ! આ જ માર્ગ !' મારા કાકાએ બૂમ મારી, ‘ચાલો આગળ

ક્રમશ.