પાતાળ પ્રવેશ

પ્રકરણ_૩

કૂંચી જડી

“આ લિપિ તો રૂનિક જ છે પણ તેમાં કંઈક ભેદ સમાયેલો છે. તું બેસ, અને હું લખાવું તેમ લખ, તું આ રૂનિક લિપિમાં લખાયેલા અક્ષરોને હું લખાવું તે જ કરમે આપણી લિપિમાં લખ, જોજે હો, એક પણ ભૂલ થવી ન જોઈએ.’ જેટલી કાળજીથી અને ચીપી ચીપીને એકડિયા ભણતા છોકરાઓને મહેતાજી રુતલેખન લખાવે, તે જ માણે મારા કાકાએ મને એક પછી એક શબ્દો લખાવ્યા. બધું લખાઈ ગયા પછી મારા કાકા તે કાગળિયો હાથમાં રાખીને જોવા લાગ્યા.

‘આમાં તે શો અર્થ હશે ? કંઈ સમજાતું નથી,' તેઓ મનમાં જ બોલ્યા, “પણ જેમ જેમ તે મને સમજવું અઘરું લાગે છે, તેમ તેમ તેમાં કોઈ ઊંડું રહસ્ય હોય એમ પણ લાગતું જાય છે.' અલબત્ત મને તેમનાથી સાવ ઊલટું જ લાગતું હતું, પણ મારે અભિરાય આપવો એ સહીસલામત નહોતું. “એ ભેદી કાગળના અક્ષરો ઉકેલવા માટેની કંઈક ચાવી તો હશે જ, પણ શી હશે, એ કેમ જાણવું ?” મારા કાકા કેટલીય વાર સુધી એ કાગળ સામે જોઈ રહ્યા. તેઓ કાગળ ઉપર ખિજાયા હોય એમ તેમની આંખો અને ભર્યા ઉપરથી લાગતું હતું,

“ના ના, એમ નહીં, જો એક્ષેલ ! આ બધા અક્ષરોને આમ આડા લખવાને બદલે ઊભા લખી નાખ જોઈએ !” એકાએક ઉચ્ચારેલા આ શબ્દોથી મારા કાકાએ મારી અડધી ઊંઘ ઉડાડી દીધી, તેમના કહેવા માણે એ રીતે લખ્યું. પાછો તે કાગળ તેમણે હાથમાં લીધો.

“આમાં હજુ એવો જ ગોટાળો છે. આ તે શું હશે ?'

એકાએક તેઓ ખુરશી પરથી ઊભા થયા, અને બગલમાં ટોપી તથા હાથમાં લાકડી લઈને જોરથી ઓરડાનું બારણું અફળાવતા બહાર ચાલ્યા ગયા. થોડી વારે ધડ ધડ દાદરો ઊતરવાનો તેમનો અવાજ આવ્યો. મેં બારીમાંથી જોયું તો લાંબા લાંબા ભરતા ભરતા તેઓ કાંઈક જતા હતા.

‘કેમ એક્ષેલ ? વળી પાછું શું થયું ?' ડોશીમા આ ગડબડ સાંભળી મારી પાસે વ્યાં.

“શી ખબર ! વળી કંઈક ઘૂરી આવી લાગે છે !”

“પણ હજુ તેમણે ખાધું પણ નથી,'

"અને ખાશેય નહીં; અને આપણને ખાવા પણ નહીં દે ! જ્યાં સુધી પેલા કાગળમાં શું છે તે નહીં સમજાય ત્યાં સુધી બધું આમ જ ચાલવાનું.”

હું મારા કાકાના ઓરડામાં પાછો આવ્યો. શું કરવું તે કંઈ મને સૂઝતું ન હતું. હું તે કાગળ લઈને જોવા લાગ્યો, મારી આંખ આગળ તે અક્ષરો નાચવા લાગ્યા, મને ઊંઘ પણ આવવા લાગી. મેં તે કાગળનો પંખો બનાવ્યો ને હવા ખાવા લાગ્યો. એકાએક એ અક્ષરોમાંથી મને એક લૅટિન ભાષાનો શબ્દ નીકળતો દેખાયો, મેં કાગળ ખોલ્યો ને જોયું. થોડાએક અક્ષરોને મેં ઊંધા વાંચ્યા તો અંદરથી ‘એમ’ શબ્દ લૅટિન ભાષામાંનો નીકળ્યો, મેં આખો કાગળ ટેબલ ઉપર મૂક્યો અને એના બધા અક્ષરોને હું પહેલેથી છેલ્લે સુધી વાંચવાને બદલે છેલ્લેથી પહેલે સુધી વાંચવા લાગ્યો, પહેલાં કાંઈ સમજાયું નહીં; પણ તે જ અક્ષરોને મેં ઊંધા કરમમાં લખી નાખ્યા અને પછી મેં તે વાંચ્યા. તુરત હું ચમકી ઊઠ્યો : 'અરે ! આ શું? આ માણસ ક્યાં ઠેઠ જવાની વાત કરે છે ? ના ના આ તો બહુ ભયંકર કાગળ છે. મારા કાકાને આ જણાવવા જેવું નથી. આ વાતનો ભેદ મારા કાકાને સમજાયો તો તે તેમ કરવા તૈયાર જ થવાના ! પછી તેમને કોઈ અટકાવી નહીં શકે. ના ના, એમ નથી થવા દેવું. મારા કાકાને આ કાગળનો ભેદ કોઈ પણ રીતે ન જણાવો જોઈએ. આ કાગળ જ બાળી નાખું !'

હું ઉશ્કેરાઈ ગયો હતો. પડખે જ ઓરડાને ગરમી આપવા માટેની એક સગડીમાં થોડાએક અંગારા સળગતા હતા, હું પેલા પુસ્તકમાંથી નીકળેલો કાગળ અને મેં લખેલો કાગળ એ બન્ને લઈને અગ્નિ પાસે ગયો. મારા હાથ દરૂજતા હતા. એ બન્ને કાગળોને અગ્નિમાં નાખવાની હું તૈયારીમાં હતો ત્યાં જ જોરથી બારણું ઊઘડ્યું અને મારા કાકા પવનવેગે અંદર ધસી આવ્યા. હું મારી રુજારી છુપાવવાનો યત્ન કરતો પાછો ખુરશી પર બેસી ગયો, મારો કાગળ મેં છુપાવી દીધો, ને પેલો મૂળ કાગળ ટેબલ પર મૂકી દીધો, સારું થયું કે પ્રોફેસરની નજર મારા પર ન હતી, તેઓ પોતાની ખુરશીમાં પડયા ને ટેબલ પરનો કાગળ લઈને એકીટસે તેના સામું જોવા લાગ્યા,

મને ભય લાગવા માંડ્યો કે જો આ કાગળને તેઓ ઊંધેથી વાંચવા માંડશે તો ખરેખર એનો અર્થ જડી જશે.

મારા કાકા તેની પાછળ પડયા હતા, પૂરા ણ કલાક સુધી તેઓ એમ ને એમ કાગળનો ભેદ ઉકેલવા માટે મથ્યા. એ ણે કલાક તેઓ પોતાની ખુરશી પર જ બિલકુલ હાલ્યાચાલ્યા વગર એકધ્યાન થઈને પેલા કાગળ તરફ જોઈ રહ્યા હતા.

રાત પડી બહાર જે થોડોઘણો ઘોંઘાટ હતો તે બંધ થઈ ગયો; સોપો પડી ગયો, હું અરધો ભૂખ્યો ત્યાં સૂઈ ગયો. માર્થા બિચારી બે-રણ વાર બારણું ઉઘાડી તપાસ કરી ગઈ, પણ પ્રોફેસરનું તેના તરફ ધ્યાન જ ન હતું.

સવાર પડી, હું જાગ્યો. જોયું તો હજુ ોફેસર એ ને એ જ સ્થિતિમાં બેઠા હતા. તેમની આંખો તથા આખું મોઢું લાલ થઈ ગયાં હતાં.

ખરેખર, મને તે વખતે ોફેસર ઉપર દયા આવી. મનમાં થયું કે જે વાત હું જાણું છું તે છુપાવીને હું મારા કાકાને જાણી જોઈને હેરાન કરું છું ! તે તો પોતાના કાર્યમાં એટલા બધા મશગૂલ હતા કે પોતાનો ગરમ સ્વભાવ પણ જાણે ભૂલી ગયા હતા. મારા મનમાં ગડમથલ ચાલી. આ પનો ભેદ હું જાહેર કરી દઉં કે નહીં ! એક તરફ તે કાગળમાંથી ઊભું થતું ભયંકર પરિણામ હતું, અને બીજી બાજુ ભૂખ્યાતરસ્યા ઉજાગરો વેઠતા મારા કાકા હતા! કાગળનું પરિણામ એટલું બધું જોખમકારક હતું કે તે ખુલ્લો કરવાનું મારું દિલ ન ચાલ્યું. મને થયું કે હવે હું ફરવા ઊપડી જાઉં, હું કોટ, ટોપી પહેરીને નીચે ઊતર્યો પણ જોયું તો મારા મકાનમાં મુખ્ય દરબાજાનું બારણું અંદરથી બંધ હતું અને તેને તાળું હતું, તેની કૂંચી તો મારા કાકા પાસે જ હતી. હવે શું કરવું ! વળી મને ભૂખ પણ લાગી હતી, ોફેસર તો આમ ને આમ મહિનાઓ સુધી પણ ન ઊઠે તોયે નવાઈ નહોતી !

છેવટે મને થયું કે આ કાગળનો ભેદ મારે જણાવી દેવો. હું પાછો ઓરડામાં આવ્યો. વાત કેમ ઉપાડવી એ ઘડીભર મને ન સૂઝ્યું. ત્યાં તો ોફેસર અચાનક ઊઠ્યા ને હૅટ ને ઓવરકોટ લઈને ઓરડાની બહાર ચાલ્યા. મને થયું કે આ વખતે તો જરૂર હવે બહારથી તાળું મારીને કૂંચી લઈને ચાલ્યા જશે. મેં કહ્યું : “કાકા !!

જવાબ ન મળ્યો.

મેં બીજી વાર બૂમ પાડી, “કાકા !’

એકાએક ઊંઘમાંથી જાગ્યા પછી જાણે તે બોલતા હોય એમ તેમણે હોંકારો દીધો : ‘કેમ ??

‘કૂંચી જડી છે.”

‘શાની, બારણાની ? એ તો મારી પાસે જ છે.”

કાકાએ ચશ્માંની નીચેથી મારા પર નજર કરી, અને નજીક આવી મારો હાથ જોરથી પકડ્યો, મેં માથાવતી હા પાડી,

‘શું??

એકાએક મને આ કાગળનો ભેદ ઊકલી ગયો છે.”

“ખરેખર ''

“હા, જુઓ, આ તમારી પાસેના કાગળના અક્ષરોને પહેલેથી વાંચવાના બદલે છેલ્લેથી વાંચો,'

પ્રોફેસરે તે માણે વાંચવા માંડ્યું. તેમાંથી નીચેના અર્થનું લખાણ ગામડિયા લેટિન ભાષામાં લખાયેલું માલૂમ પડ્યું-

'હે સાહસિક મુસાફર ! જુલાઈની પહેલી

તારીખે જે વખતે સ્કેર્ટોરિસનો પડછાયો સ્નેફેલ્સ જોકુલની અંદર જ્યાં પડે, તે વખતે તે મુખથી અંદર તું ઊતરજે, અને તું પૃથ્વીના મધ્યબિંદુએ જઈશ. મેં એ પ્રમાણે કર્યું છે. આર્ન સેક્યુસમ’ મારા કાકાએ ખુરશી પરથી કૂદકો માર્યો : જાણે તેમને વીજળીનો આંચકો લાગ્યો ન હોય ! તેઓ આમથી તેમ આંટા મારવા માંડ્યા. ખુરશીઓને આમથી તેમ ખસેડવા મંડી પડયા. ટેબલ પરની ચોપડીઓને તેમણે ઉથલાવી નાખી ! ઘણી વાર આમ ચાળા કર્યા પછી તેમણે મને પૂછ્યું: ‘કેટલા વાગ્યા છે ?'

‘ત્રણ વાગ્યા છે.’ મેં કહ્યું.

“એમ ? મને ભૂખ લાગી છે. ચાલ, જમવા જઈએ અને પછી...’ “પછી શું ?”

“મારો સામાન તૈયાર કરજે!”

‘તમારો સામાન ?’

“હા, અને ભેળો તારો સામાન પણ ’ તેમણે ભોજનગૃહમાં પેસતાં પેસતાં જોરથી હુકમ છોડ્યો.


ક્રમશ.