પાતાળ પ્રવેશ
જૂલે વર્ન

પ્રકરણ_૨

ભેદી કાગળ

તેમનું અભ્યાસગૃહ એટલે એક નાનકડું એવું સંગ્રહસ્થાન જ જોઈ લો ! જાતજાતની ધાતુઓના જુદા જુદા નમૂના ચારેય બાજુ કબાટોમાં ગોઠવીને મૂકેલા હતા. મારે રોજ સાંજે તેમની ગોઠવણી ફરી કરવી જ પડતી હતી, કારણકે પ્રોફેસર સાહેબ એક વસ્તુ લીધા પછી એને એ જગ્યાએ મૂકવી જોઈએ એવું જાણતા જ નહોતા ! મને પણ તેની ગોઠવણીમાં ખૂબ રસ પડતો, અમુક કિંમતી ખનિજ ચીજોને તો બરાબર રોજ ને રોજ સાફ રાખવી જ પડે, ફાઈટ, ઍન્થ્રેસાઈટ, લિગ્નાઈટ, પિટ, બિટ્યુમેન, રેસિન વગેરે ધાતુઓને તો ધૂળની એક કણી ન અડે એ રીતે હું સાચવતો.
પણ અત્યારે મારું ધ્યાન આ દર્શન તરફ નહોતું. મારા મનમાં તો મારા કાકાનો અવાજ ગાજતો હતો. તેઓ એક મોટી આરામખુરશીમાં હાથમાં જૂના પુસ્તકનું એક મોટું જબરું થોથું રાખીને બેઠા હતા, વચ્ચે વચ્ચે તેમની આંખો ચશ્માંમાંથી ચમકતી હતી. `અહા ! શું મજાનું પુસ્તક ! કેટલું સરસ !' તે બોલી ઊઠ્યા. અમસ્તાયે મારા
કાકા પુસ્તકો પાછળ ગાંડા તો હતા જ, તેમાં આજે વળી કંઈક અસાધારણ આનંદમાં
આવી ગયા લાગતા હતા.
કેમ, જોયું ને ? આમ નથી જોતો ?' મેં આ ગુપ્ત ખજાનો આજે સવારે એક જૂની ચોપડીઓ વેચનારની દુકાનેથી ખોળી કાઢ્યો !'
“ઘણું સરસ !” મેં ખોટા ઉત્સાહથી કહ્યું; પણ પરોફેસરનું તે તરફ ધ્યાન જ નહોતું. તેઓ તો પોતાની જ ધૂનમાં હતા.
“જો, આ કેટલું સુંદર છે ! તેની બાંધણી કેવી સરસ છે ! અને તે બરાબર ઊઘડે છે કે નહીં ? જો ગમે તે પાનું ઉઘાડીએ તોય સહેલાઈથી ઊઘડે છે અને બરાબર બંધ પણ થાય છે, નહીં ! વાહ ! બંધ થયા પછી વચ્ચે જરા પણ જગ્યા નથી રહેતી. સાત સૈકા વીતી ગયા છતાં હજુ કેવું નવા જેવું છે !' આમ કહીને મારા કાકાએ એ પુસ્તકને કેટલીય વાર ઉઘાડ્યું ને બંધ કર્યું.
મેં હિંમત કરીને પૂછ્યું : “ શાનું પુસ્તક છે ?”
મારા કાકા ઉત્સાહમાં આવી ગયા : "આ પુસ્તક બારમા સૈકાના આઈસલૅન્ડના એક પ્રખ્યાત લેખકનું છે.’
અને આ જર્મન ભાષામાં તેનું ભાષાંતર છે, એમ ને ?” મેં પૂછ્યું,
“ભાષાંતર ! હું ખરીદું ખરો ? આ તો મૂળ આઈસલૅન્ડની જ ભાષામાં લખેલું
'એમ ? છપાઈ પણ ઘણી સુંદર છે !” મેં વખાણનો ગોળો ફેંક્યો.
‘મૂરખ ! આ છાપેલું છે ! જોતો નથી ? આ તો હાથની નકલ છે. રૂનિક લિપિમાં લખેલું છે. કદાચ ને રૂનિક લિપિનો અર્થ પણ મારે તને કહેવો પડશે, કાં ?'
“ના.” તો ઠીક,' કાકાએ આગળ ચલાવ્યું. આ લિપિ ઘણા જૂના કાળમાં આઈસલૅન્ડમાં ચાલતી, અને લોકોની માન્યતા માણે “ઓડિન” દેવે આ લિપિ શોધી કાઢી છે.
તેમનું ભાષણ હજુ ચાલત એ કહી શકાત નહીં પણ તે દરમિયાનમાં પુસ્તકની વચ્ચેથી એક જૂના કાગળિયાનો કટકો નીચે સરકી પડયો, અને અમારું બન્નેનું ધ્યાન તે તરફ ગયું.
અરે આ શું ?” કહી રોફેસરે કાગળને કાળજીથી ઉઘાડ્યો. કેટલાય જમાનાથી આવી રીતે બીડેલી અવસ્થામાં તે પડયો હોવો જોઈએ એમ લાગતું હતું. પાંચ ઈંચ લાંબો અને ણ ઈંચ પહોળો એ કાગળનો કટકો અત્યારે કોઈ મહાન ખનિજના જેટલો કિંમતી હતો, તેની અંદર રૂનિક લિપિમાં વિચિત્ર રીતે – એટલે કે ઊભી લીટીમાં કંઈક લખેલું હતું.
પ્રોફેસર કેટલીય વાર સુધી મનમાં બબડતા બબડતા એ કાગળ સામે જોઈ રહ્યા, તેમના મોઢા પર વારે વારે કરોધનાં ને આવેશનાં ચિહ્નો જણાતાં હતાં.
બેના ટકોરા થયા, અને તરત જ અમારાં ડોશીમા ઓરડામાં આવ્યાં,
“પ્રોફેસર સાહેબ ! ભોજન-"
“જહન્નમાં જાય તારું ભોજન !!
માર્થા આગળનું વાક્ય સાંભળવા ઊભી જ ન રહી ! હું પણ તેની પાછળ જ રસોડામાં ગયો, ભોજનના ટેબલ પર બધું પીરસાયેલું તૈયાર હતું. મેં થોડી વાર રોફેસરની રાહ જોઈ, પણ તૈયાર ભાણા પર ભૂખે પેટે વાટ જોવી એ કેટલું મુશ્કેલ છે, તે સમજી શકાય તેવું છે. મેં દિલગીર થઈને પણ મારું ખાણું શરૂ કરી દીધું. એટલું જ નહીં પણ મારા કાકાની વતી થોડુંક વધારે પણ ખાઈ લીધું !
“પ્રોફેસર સાહેબને આજ આ શું થઈ ગયું છે ?” ડોશીમાએ પૂછ્યું.
'એ તો આટલી બધી ગાજવીજ થાય છે, ત્યારે કંઈ વરસાદ આવ્યા વિના રહેશે ?” મેં કહ્યું. ત્યાં તો પાછો ઓરડામાંથી મારા કાકાનો અવાજ આવ્યો, ને અડધે કોળિયે હું ત્યાં દોડી ગયો.


૧. ઉત્તર યુરોપના લોકોની જૂના વખતની ભાષા તથા લિપિ.


ક્રમશ.