પાતાળ પ્રવેશ

પ્રકરણ_૧
પ્રોફેસર કાકા


કોઈ દિવસ નહીં ને આજે જ કવખતે મારા કાકા આટલી ઉતાવળથી કેમ ઘેર આવતા હશે ? હું અને અમારા ઘરમાં કામ કરનારાં ડોશીમા બન્ને નવાઈ પામ્યાં.
મારા કાકા જોહેન્નમ કૉલેજમાં ખનિજશાસ્ત્રના ોફેસર હતા. ખનિજશાસ્ત્રના તેમના જ્ઞાનમાં તેમની જોડે ઊભો રહે એવો જર્મનીમાં તો ભાગ્યે જ કોઈ હશે, પણ તેમનો સ્વભાવ ભારે વિચિ ! ઘડી ઘડીમાં મગજ તપી જાય. પોતાના માર્ગમાં છોકરાઓ સાંભળે છે કે નહીં, તેઓ નિયમિત આવે છે કે નહીં, તેના તરફ તે કદી ધ્યાન આપતા નહી, વર્ગમાં એક પણ વિદ્યાર્થી ન હોય છતાં તેમનું ખનિજશાસ્ત્ર પરનું ભાષણ ચાલે તો તેમાં નવાઈ નહોતી. તેઓ છોકરાઓને ભાષણ નહોતા આપતા, પણ પોતાની જાતને ભાષણ તેઓ આપતા હતા. તેઓ ‘આત્મલક્ષી’ ોફેસર હતા !
વળી બીજું દુ:ખ એ હતું કે તેમની જીભ જરા થોથવાતી અને ખનિજશાસ્ત્ર જેવા વિષય ઉપર બોલવું, એમાં તો જડબાતોડ શબ્દો ઉપરાઉપરી આવે, એવા શબ્દો જ્યારે પોતાની જીભથી તેઓ બરાબર સ્પષ્ટ ઉચ્ચારી ન શકે, ત્યારે તેઓ પોતાની જાત ઉપર ખૂબ ખિજાતા, અને તેમની એ ખિજાયેલી સ્થિતિ જોવા માટે જ ઘણા વિદ્યાર્થીઓ તેમના વર્ગમાં આવતા !
પણ તેમની વિદ્ધતા વિષે એ જ છોકરાઓમાં તેમનું ખૂબ માન હતું. ઉતાવળમાં ને ઉતાવળમાં તેઓ ખનિજશાસ્ત્રના યોગમંદિરની અનેક ચીજો તોડી નાખતા, પણ કૉલેજના ઉપરીઓ તે પણ નિભાવી લેતા.
તેમણે ખનિજશાસ્ત્ર પર એક પુસ્તક લખીને બહાર પાડયું હતું અને તેનાં વખાણ દરેકે દરેક જગ્યાએ થતાં હતાં; જોકે એ પુસ્તકનો બંધામણી ખર્ચ પણ હજુ સુધી તેના વેચાણમાંથી નીકળ્યો ન હતો!
આજે મારા કાકાનો મિજાજ મને ઠેકાણે લાગ્યો ન હતો. તેમને આવે વખતે કંઈ પૂછવું, એ મારે માટે અથવા ડોશીમાને માટે સહીસલામત નહોતું. એ અમે બન્ને સમજી ગયાં અને જાણે કાંઈ જાણતા નથી, એમ ડોશીમા પોતાના પાકયોગમંદિરમાં ને હું મારા અભ્યાસના ઓરડામાં પેસી ગયાં.
થોડી વારે તેમના ભારે જોડાનો ધબધબ અવાજ અમારા ઘરના જૂના
દાદરનાં પગથિયાં ઉપર થવા લાગ્યો, અને બીજી ક્ષણે વીજળીની જેમ પ્રોફેસરની ઊંચી મૂર્તિ મારા ઓરડામાંથી પસાર થઈ ગઈ. તેઓ સીધા પોતાના અભ્યાસગૃહમાં ગયા. લાકડી ખૂણામાં ફગાવી અને હૅટ ટેબલ પર પછાડી તેમણે બૂમ મારી : ‘એક્ષેલ ! જલદી અહીં આવ.’
હું હજુ ઊભો થાઉં ન થાઉં ત્યાં તો ફરી બૂમ આવી : ‘કેમ હજુ ન આવ્યો ? સાંભળતો નથી કે ?” અને જાણે કોઈએ મને પાછળથી ધક્કો માર્યો હોય તેમ હું તેમની પાસે પહોંચી ગયો.
એક ઊંચો પડછંદ માણસ મારી સમક્ષ ખડો થયો. તંદુરસ્ત શરીર, જુવાનીની છટા, ચશ્માં પાછળ ચંચળ ગતિથી ફરતી આંખો, લાંબું પાતળું અણિયાળું નાક – તેમના શરીર ઉપરથી તેમની ઉંમર કહી શકાય તેમ નહોતું. ખરી ઉંમર કરતાં દસ વરસ નાના લાગે એવો તેમનો બાંધો હતો.
આ નાના સાદા ઘરમાં કેટલાંય વરસોથી તેઓ રહેતા હતા. ગામમાં એક એકાંત લત્તાને છેડે આ મકાન આવેલું હતું. ઘરમાં પ્રોફેસર, એક કામ કરનાર છતાં ઘરના જ એક માણસ જેવી બાઈ માર્થા અને પ્રોફેસરનો ભીજો એટલે હું પોતે, એમ રણ જણાં જ રહેતાં હતાં.
મને રાણીશાસ્ત્ર, ખનિજશાસ્ત્ર વગેરેનો ખૂબ શૉખ હતો, અને મારા કાકા સાથે રહેવાથી મને તેનું વ્યસન થઈ ગયું હતું એમ કહું તો ચાલે. અમારું જીવન ખૂબ સુખી અને સરલ રીતે ચાલ્યું જતું હતું. તેમનો મિજાજ ખૂબ ગરમ હોવા છતાં તેમનો મારા પરનો પ્રેમ અગાધ હતો. એક કુટેવ એ હતી કે તેમને કોઈ દિવસ નિરાંત ન હોય; હંમેશાં એ ઉતાવળમાં હોય ! આજે પણ એ જ ઉતાવળની ઘૂરીમાં તેમણે મને હું તેમની પાસે પહોંચી ગયો. બૂમ મારી ને હું તેમની પાસે પહોંચી ગયો.




ક્રમશ.