પાતાળ પ્રવેશ
  જૂલે વર્ન 

પ્રકરણ_૭
આર્ન સેનુસમ

વહાણમાં પરાણે કરવા પડેલા ઉપવાસ પછી મારા કાકાએ ભોજન ઉપર ઠીક હાથ માર્યો. મેં પણ મારા કાકાનું જ અનુકરણ કર્યું એમ મારે સાચું કહેવું જ જોઈએ. વળી અમારા યજમાન પણ અમને જમવાની તાણ કરવામાં ઊતરે એવા ન હતા. એ તો આઈસલૅન્ડની જૂના જમાનાની પરોણાગતની વાતો કહેતા જાય અને અમારાં ભાણાં ભરતા જાય !
આ તો વાતચીત આઈસલૅન્ડની ભાષામાં જ ચાલતી હતી; પણ હું સમજી શકું એટલા પૂરતું તેઓ બન્ને જણા વચ્ચે વચ્ચે જર્મન અને લૅટિન શબ્દો વાપરતા હતા, “તમારું પુસ્તકાલય બહુ નાનું ગણાય, કોઈ કોઈ ચોપડીઓ જ ખાલી અભરાઈઓ પર રખડતી દેખાય છે.” મારા કાકાએ કહ્યું
“હા, તમને એમ લાગ્યું હશે. પણ વાત એમ છે કે અમારા પુસ્તકાલયમાં ૮૦૦૦ પુસ્તકો છે, પણ અહીંના લોકો વાંચવાના ભારે શૉખીન છે; પુસ્તકો ઘણાંખરાં બહાર જ
રહે છે, ને ઘણાં તો વરસે, બે વરસે કેટલાયના હાથમાં મુસાફરી કરીને પછી જ પાછાં આવે છે !' “બહારના મુસાફરો તો કોઈક જ વાર આવે; એમને માટે કંઈ પુસ્તકો અહીં પણ ત્યારે બહારના મુસાફરો માટે ?”
રાખી મુકાય ! અમારે અહીં એક મોટી સાહિત્યસભા છે, અને બહારના વિદ્વાનો સાથે આ બાબતમાં તે પરવ્યવહાર રાખે છે. તમે પણ અમને આ બાબતમાં જો મદદ કરો
“ખુશીથી, ખુશીથી !” મારા કાકા વચ્ચેથી જ બોલી ઊઠ્યા. તેઓ અત્યાર સુધીમાં આવાં લગભગ સો જેટલાં મંડળોના સભ્ય બની ચૂકયા હતા.
“અમારા પુસ્તકાલયમાંથી કયા પુસ્તકની તમારે ખાસ જરૂર હતી ?'
મારા કાકા થોડી વાર અચકાયા પછી બોલ્યા ‘તમારે ત્યાં જૂનાં પુસ્તકોમાં આર્ન સેનુસમનું એકેય પુસ્તક છે ?'
સેદ્નુસમ ? પેલા સોળમાં સૈકામાં થઈ ગયેલા વિજ્ઞાનશાસ્ત્રીની વાત કરો છો ?
''''હા.
‘ઓહો! આઈસલૅન્ડના ઇતિહાસમાં એ તો એક મહાપુરુષ થઈ ગયો.’
“હા, એ જ.’
"અને તેનામાં એકલી વિદ્વત્તા જ નહોતી. તેની હિંમત તો તેની વિદ્વત્તાને પણ આંટી દે તેવી હતી,'
“એમ ? એનું એક પણ પુસ્તક તમારી પાસે છે ?'
'ના, ક્યાંયથી મળે તેમ પણ નથી.'
“કેમ ?'
કારણ કે આર્ન સેક્સુસમને તો મેલી વિદ્યા જાણનાર ગણી લોકોએ શૂળીએ ચડાવ્યો, અને કૉપનહેગનમાં તેનાં બધાં પુસ્તકો બાળી નાખવામાં આવ્યાં હતાં !!
'બરાબર, બરાબર !' મારા કાકા ધૂનમાં ને ધૂનમાં બોલી ઊઠ્યા,
કેમ, બરાબર કેમ ! હું સમજ્યો નહિ. શિક્ષકે કહ્યું,
હવે બરાબર સમજાયું અને મને બરાબર સમજાય છે કે શા માટે સેક્યુસમને પોતાની શોધખોળો સંતાડવી પડી, અને પોતાની પાસે રહેલું રહસ્ય તેને આ રીતે ભેદી કાગળ, શાનું ગુપ્ત રહસ્ય !’ પેલા શિક્ષકે આતુર થઈને પૂછ્યું.
“અરે, ના ના, કંઈ નહિ, એ તો અમરતું. સહેજ હું અટકળ કરતો હતો.
ખાલી અનુમાન હતું.” મારા કાકાની જીભ આ વખતે ખૂબ થોથવાઈ,
“ઠીક.” પેલા શિક્ષકે વધારે પૂછપરછ ન કરી, ‘પણ મને લાગે છે કે અહીંનાં ખનિજોનો અભ્યાસ તમને ખૂબ ઉપયોગી થઈ પડશે. અહીંથી આ દેખાય છે તે સ્નેફેલ પર્વત જ ખૂબ જુદી ભાત પાડે તેવો છે, તેનું એક મુખ તો હજુ કોઈએ જોયું પણ નથી.’
“નેફેલ જ્વાળામુખી હવે તો શાંત હશે?' મારા કાકાએ પૂછ્યું. ‘હા, લગભગ પાંચસો વરસથી તે શાંત છે,’
‘ત્યારે મારે...શું....નામ, સ્નેફેલ ? હા, એ પર્વત ઉપર જઈને મારે શોધકોળ કરવી પડશે, અને એનું જે મુખ હજુ સુધી કોઈએ જોયું નથી, એ તો મારે ખાસ જોવું પડશે.'
‘હું દિલગીર છું કે મારા કામના અંગે તમારી સાથે હું નહિ આવી શકું; જોકે મને પણ આવી શોધખોળમાં રસ તો ખૂબ છે,’
“ના ના પહેલાં તમારી ફરજ, પછી શોધ, પણ તમે જો આવી શકો એમ હો તો અમને જરૂર વધારે મજા આવે, આ તો રોજનું છે જ ને ?' મારા કાકાએ ખોટો વિવેક કર્યો.
વાતચીત દરમિયાન અમારા યજમાનને અમારા રહસ્ય વિષે શંકા પડી હશે કે કેમ તે હું કળી શકતો નથી, પણ તેણે અમારી સાથે ખૂબ ઉત્સાહથી વાત કરી. અમને સ્નેફેલ જવાનો રસ્તો બતાવીને સમજાવ્યો, અને એક સરસ શિકારી અને બીજી રીતે પણ મદદગાર થઈ શકે તેવો ભોમિયો બીજે દિવસે લાવી આપવાનું વચન પણ આપ્યું, તેમ જ બીજી પણ જોઈતી સગવડો કરી આપી.
ભોજન પૂરું થયું. અમે બીજા દિવસની તૈયારીમાં પડ્યા.

ક્રમશ.