પાતાળ પ્રવેશ 
 જૂલે વર્ન 
પ્રકરણ_૧૪

પાણી ખૂર્ય
બીજે દિવસે સવારના છ વાગે પાછું અમારું ઊતરવાનું કામ શરૂ થયું લાવારસના બોગદામાં થઈને હજુ અમારો રસ્તો ચાલ્યો જતો હતો. લગભગ બપોરના બાર વાગ્યા, થોડી વારે એકાએક હેન્સ અટક્યો,
“કેમ, બોગદું પૂરું થયું કે શું ??
અમે આસપાસ જોયું, અમારી સામે બે રસ્તા હતા, બન્ને સરખા જ સાંકડા અને અંધારાવાળા હતા, હવે કો રસ્તો લેવો એ પ્રશ્ન થઈ પડયો. મારા કાકા આ વખતે પોતાની મનની મૂંઝવણ અમને બતાવે તેમ નહોતું. તેમણે જમણી બાજુ બોગદાનો રસ્તો લીધો, અમે પણ તેમની પાછળ ચાલ્યા. આ રસ્તે ઢાળ નહિ જેવો જ હતો, કોઈ કોઈ જગ્યા ગોથિક દેવળના આકારની મોટી મોટી કમાનો કુદરતે તૈયાર કરેલી અમારી નજરે પડતી હતી,
ગરમીનો પારો એટલો ને એટલો જ રહ્યો, મને વિચાર આવ્યો : “જ્યારે આ જ બોગદામાંથી જ લાવારસ ધસારાબંધ વહેતો હશે, ત્યારે કેવો ભવ્ય દેખાવ થતો હશે ! અને ધારો કે અત્યારે જ એ બનાવ ફરી બને તો ? તો મુસાફરી અહીં જ પૂરી થઈ જાય! પણ મારા કાકા તો ઊંધું ઘાલીને આગળ ને આગળ ચાલ્યા જ કરતા હતા. સાંજના છ વાગે અમે છ માઈલનું અંતર કાપી નાખ્યું. જ્યારે ઊંડા તો માંડ ન માઈલ પણ નહિ ઊતર્યા હોઈએ, અમે ત્યાં મુકામ કર્યો; મૂંગા મૂંગા સૂઈ ગયા, અમારી સૂવાની રીત બહુ જ સાદી હતી. એક મોટો કામળો અમારા શરીર ફરતો વીંટી દેતા કામળાનો નીચેનો ભાગ પથારી તરીકે વાપરતા અને ઉપરનો ભાગ ઓઢવાના કામમાં આવતો,
સવારે તાજામાજા થઈને ઊઠ્યા અને મુસાફરી આગળ ચલાવી ધીમે ધીમે અમારો રસ્તો ઢાળમાં ઊતરવાને બદલે ઊંચો ઊંચો ચડતો હોય એમ મને લાગ્યું. વળી વચ્ચે વચ્ચે ચઢાવ એવો આવતો હતો કે મને થાક લાગવા માંડ્યો. હું પાછળ પડી ગયો,
‘કેમ પાછળ રહી ગયો ?” મારા કાકાએ હાકલ મારી.
‘હું ખરેખર થાક્યો છું,’
ત્રણ જ કલાકર્મા ! અને આવા સીધા રસ્તા ઉપર થાક લાગે છે ?'
‘થાક કરતાંય કંટાળો વધારે આવે છે, થાક એટલા માટે ચડે છે કે આપણે નીચે નથી ઊતરતા પણ ઉપર ચડીએ છીએ, જો આમ ને આમ આપણે ચાલ્યા કરશું તો કદાચ આઈસલેન્ડની સપાટી ઉપર પહોંચી જઈશું?'
પ્રોફેસર કાંઈ બોલ્યા નહિ, પણ આગળ ચાલવા માંડ્યો, મેં મારો સામાન ફરી પાછો મારી પીઠે ચડાવ્યો, અને દાંત ભીંસીને આગળ ચાલવા માંડ્યું.
લગભગ બપોરે અમારા માર્ગની જમીનમાં ફેર પડવા માંડ્યો. ભૂસ્તરશાસ્ત્રીઓ જેને પૃથ્વીની બીજી અવસ્થાનો કાળ કહે છે, તે કાળની જમીનના પડો અહીં દેખાતાં હતાં. પૃથ્વીના જન્મ પછી વનસ્પતિ તથા રાણીઓ પહેલવહેલાં આ જાતની જમીનમાંથી ઉત્પન્ન થયેલાં. મેં દીવાલો ઉપર બત્તીનો પ્રકાશ ફેંકીને મારા કાકાનું એ તરફ ધ્યાન ખેંચ્યું, તે કાંઈ બોલ્યા નહિ. કાં તો પોતે રસ્તો ભૂલ્યા છે એ તેમને કબૂલ નહોતું કરવું. અથવા તો આ રસ્તાનો અંત ક્યાં છે એ તેમણે કહ્યું હશે. ગમે તેમ હોય, પણ મને તેમણે કંઈ જવાબ ન આપ્યો. તેમ વધારે ખાતરી કરાવવા માટે મેં ણ જૂની વનસ્પતિઓના નમૂના તથા છીપલીઓના નમૂના પણ ભેગા કર્યા. જો પ્રોફેસર સાહેબ તેમની પ્રયોગશાળામાં હોત અને એ નમૂના મેં તેમની પાસે મૂક્યા હોત તો કદાચ તેઓ મારા ઉપર શાબાશીનો વરસાદ વરસાવત ! પણ અત્યારે તો તેઓ આગળ ને આગળ જ ચાલ્યા જતા હતા.
હવે મારી ધીરજની હદ આવી, મેં કહ્યું : “આપણે રસ્તો ભૂલ્યા હોઈએ એમ નથી લાગતું ?'
શું ?...હા, અને કદાચ ભૂલ્યા હોઈએ, પણ તેથી શું? આપણે આ રસ્તાના અંત સુધી જવું જ જોઈએ, એ વાત ચોક્કસ છે.” એ બરાબર છે. આપણને જો એક મોટી મુશ્કેલી ન હોય તો તો આપણે ઠેઠ
સુધી ચાલ્યા જ કરીએ.”
“કઈ મુશ્કેલી ?'
“પાણીની.”
અમારી પાસે ણ દિવસથી વધારે વખત ચાલે તેટલું પાણી હવે રહ્યું નહોતું, અને આ ખડકોમાં પાણીનું એક ટીપુંય મળવાની આશા નહોતી. બીજે દિવસે પણ અમારે આગળ ને આગળ વધ્યે જવાનું હતું. આગળ જતાં એક જગ્યાએ અમારો માર્ગ સાવ સાંકડો થઈ ગયો અને દીવાલો એકદમ કાળી જણાવા લાગી, મેં દીવાલ પર હાથ લગાડીને જોયું તો મારો હાથ સાવ કાળો બની ગયો.
“આ તો કોલસાની ખાણ લાગે છે !’
ખાણમાં કામ કરનાર માણસો વગરની આ ખાણ છે."
‘કોને ખબર !”
“મને ખબર છે. આ ખાણ માણસે બનાવેલી નથી; કુદરતી જ છે.”
બીજે દિવસે પણ આખો દિવસ અમે એ કોલસાની ખાણમાં ચાલ્યા કર્યું સાંજે
છ વાગે અમારી સામે રસ્તાને બદલે ખડકની મોટી દીવાલ આવીને ઊભી રહી, રસ્તો બધી બાજુથી બંધ હતો. એ કાળી ગુફાનો અંત આવ્યો હતો !
“ઠીક, હવે ખાતરી થઈ કે આપણે ખોટે રસ્તે આવ્યા પછી હવે પાછા ફરવું
એ જ એક રસ્તો છે. જ્યાંથી બે રસ્તા ફંટાયા હતા, ત્યાં પાછા જલદી પહોંચી જઈએ.’
‘હા, પહોંચાય તો.” મેં ઉમેર્યું.
“કેમ ?” “ પહોંચાય તો” શા માટે ?”
‘કારણ કે કાલ તો આપણી પાસેનું પાણી સાવ ખૂટી જશે !'
“આપણી પાસેનું પાણી ખૂટશે તોય આપણી અંદરનું પાણી એમ ક્યાંથી ખૂટશે
બીજે દિવસે અમે વહેલા ઊપડ્યા, ઝડપથી અમે મારી મૂક્યા, પાંચ દિવસનો રસ્તો અમારે બને તો એક દિવસમાં કાપવો હતો. હું વારંવાર અમારે પડેલી મુશ્કેલીઓ વર્ણવીને વાંચનારને કંટાળો નહિ આપું. મારા કાકાને પોતાની જ ભૂલ છતાં ગુસ્સો ચડ્યો હતો અને તેના જોરે તે ખૂબ ઝડપથી ચાલતા હતા. હૅન્સ તો જાણે કંઈ જ બન્યું નથી તેમ ચાલ્યો જતો હતો. મારા હૃદયમાં નિરાશા ભરી હતી,
તે દિવસે સાંજ સુધીમાં અમારી પાસેનું બધું પાણી ખૂટી ગયું, હવે અમારી પાસે દારૂ સિવાય એક પણ વાહી ચીજ ન હતી. એકલો દારૂ ગળામાં એટલી તો બળતરા કરતો હતો કે એ પીવાનું મન જ થતું નહિ. પેલા બન્ને જણ મને આશ્વાસન આપતા હતા પણ તેમનાં મો પર પણ તરસનાં ચિહ્નો દેખાતાં હતાં. બીજે દિવસે લગભગ અધમૂઆ થઈને અમે પેલા બે રસ્તા ફંટાયા હતા, તે જગ્યાએ પહોંચ્યા, ત્યાં હું કેટલોય વખત લગભગ બેભાન જેમ પડયો રહ્યો. મારા કાકા મારી પાસે આવ્યા, અને મને બાથમાં લઈને ઊંચો કર્યો : “ બેટા !” તેમનો અવાજ કંપતો હતો, મારા કાકા પાસેથી આવા શબ્દોની આશા મેં ક્યાંથી જ રાખી
હોય ??
‘બેટા ! લે; પાણી પી.’
‘પાણી ? સાચોસાચ ?”
“હા..
મારા મોઢામાં એક ઘૂંટડો પાણી પડયું. મારા આનંદની અવધિ થઈ થઈ !
આ મારી મશકમાં છેલ્લે રહી ગયેલું, અથવા તો મેં રાખેલું પાણી હતું. મને ઘણુંય પીવાનું મન થતું હતું પણ તારી ખાતર મેં એ રાખી મૂક્યું હતું.”
જો કે મારી તરસ છીપી નહોતી પણ મારામાં થોડુંક બળ આવ્યું.
હવે તો આપણે અહીંથી પાછા ફરી જઈએ. આપણી પાસે પાણી નથી, અને
પાણી વગર આગળ કઈ રીતે જવાશે ?”
‘પાછા જવું?”
હા; અને જરા પણ વખત ગુમાવ્યા વગર,’
ત્યારે આ મારા પાણીના ઘૂંટડાએ તારામાં જરાયે બળ ન રેડ્યું
“એટલે? તમારો વિચાર પાછા ફરવાનો નથી !''
નહિ જ તો ! જ્યારે મારું કાર્ય સિદ્ધ થવાની અણી ઉપર છે, ત્યારે પાછા ફરવાની વાત કરવી '''
ત્યારે આપણે મરવાની તૈયારી કરવી, એમ ને ?'
“ના ના શા માટે ? તું ખુશીથી પાછો જા; હેન્સને પણ સાથે લેતો જા. હું
એકલો જ જઈશ.”
“હું તમને એકલા તો જવા જ ન દઉં ને !”
“ના, મને એકલો જ જવા દે, મેં આ મુસાફરી શરૂ કરી છે; અને હું જ તે પૂરી કરીશ, અથવા તો મારી જિંદગી અહીં પૂરી કરીશ, તું પાછો જા, એક્ષેલ !’
પ્રોફેસર ખૂબ આવેશમાં આવી ગયા હતા, જે અવાજ થોડા વખત પહેલાં જ
કોમળ હતો, તે અત્યારે ઉર બની ગયો હતો, પણ હું તેમને છોડી શકું તેમ નહોતું.
અમારો ભોમિયો તો શાંતિથી આ બધું જોતો હતો, અમારી વચ્ચે શી વાતચીત થાય છે, તે અમારા હાવભાવથી તે સમજી ગયો હતો. જો હેન્સ મારા પક્ષમાં હોત તો કદાચ મારા કાકાને હું મારા પક્ષમાં લઈ શકત, પણ તે તો અવિચલ ઊભો હતો, મેં તેના તરફ જોઈને જવાળામુખીના મુખ તરફ મારો હાથ લંબાવ્યો; તેણે પોતાનો હાથ પ્રોફેસર તરફ લંબાવ્યો.
‘જો, એક્ષેલ ! હવે સાંભળ. આપણે જમણી બાજુને રસ્તે ગયા ત્યાં પાણી ન મળ્યું. હવે ડાબી બાજુને રસ્તે જઈએ ત્યાં પાણી જરૂર મળશે, કોલંબસ જ્યારે
અમેરિકા શોધવા નીકળ્યો, ત્યારે તેણે તેના સાથીઓને ત્રણ દિવસ ધીરજ રાખવાનું કહ્યું હતું. હું આ પૃથ્વીના મધ્યબિંદુનો કોલંબસ તને એક જ દિવસ વધારે ધીરજ રાખવા કહું છું. જો એક દિવસમાં પાણી ન મળે તો હું પાછા ફરવાનું તને વચન આપું છું.
!' મારા કાકાના શબ્દોએ મને હલાવી મૂક્યો. હું આગળ વધવા માટે તૈયાર થઈ ગયો.